Video : ધ ગ્રેટ ખલી’ પુષ્પા’ ફિલ્મના થયા દિવાના, અલ્લુ અર્જુનના આ ડાયલોગ્સનો લિપ-સિંક કરતો વીડિયો થયો વાયરલ

ધ ગ્રેટ ખલીએ પુષ્પા ફિલ્મના એક પ્રસિદ્ધ ડાયલોગને લિપ-સિંક કરતા પોતાનો એક વીડિયો શેર કર્યો છે, જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Video : ધ ગ્રેટ ખલી પુષ્પા ફિલ્મના થયા દિવાના, અલ્લુ અર્જુનના આ ડાયલોગ્સનો લિપ-સિંક કરતો વીડિયો થયો વાયરલ
The great khali lip syncs allu arjun's dialogue
| Edited By: | Updated on: Jan 28, 2022 | 2:43 PM

Viral Video : જ્યારથી અલ્લુ અર્જુન સ્ટારર તેલુગુ ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ (Pushpa) રિલીઝ થઈ છે, ત્યારથી તેના સોંગ, ડાન્સ અને ડાયલોગ્સ સોશિયલ મીડિયાની દુનિયામાં છવાઈ ગયા છે. કેટલાક અલ્લુ અર્જુનના ડાન્સ સ્ટેપ્સ પર રીલ બનાવી રહ્યા છે, જ્યારે કેટલાક ઇન્ટરનેટ પર તેના ફેમસ ડાયલોગ્સને લિપ-સિંક કરતા જોવા મળી રહ્યા છે. આ યાદીમાં ધ ગ્રેટ ખલી (The Great Khali)  પણ સામેલ થઈ ગયો છે. તેણે પુષ્પા ફિલ્મના એક ફેમસ ડાયલોગને લિપ-સિંક કરતો વીડિયો શેર કર્યો છે, જે ઈન્ટરનેટ પર વાયરલ થયો છે. યુઝર્સ ધ ગ્રેટ ખલીની આ સ્ટાઇલને યુઝર્સ ખુબ પસંદ કરી રહ્યા છે.

 

વાયરલ થઈ રહેલા વીડિયોમાં, ધ ગ્રેટ ખલી પુષ્પા ફિલ્મમાં અલ્લુ અર્જુનના (Allu Arjun) ફેમસ ડાયલોગને લિપસિંક કરતા જોઈ શકાય છે. વીડિયોમાં ધ ગ્રેટ ખલી ખુરશી પર ટેબલ સામે માથું નમાવીને બેઠેલા જોવા મળે છે. આ પછી અલ્લુ અર્જુનનો ફેમસ ડાયલોગ ‘પુષ્પા…પુષ્પા રાજ’. હું ઝૂકીશ નહિ.’ વીડિયોમાં ધ ગ્રેટ ખલીના એક્સપ્રેશન્સ પણ અદ્ભુત લાગે છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે.

જુઓ વીડિયો

ધ ગ્રેટ ખલીનો વીડિયો થયો વાયરલ

ધ ગ્રેટ ખલીએ આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી શેર કર્યો છે. લોકો આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે, તમને જણાવી દઈએ કે, આ વીડિયોને અત્યાર સુધીમાં 51 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. આ વીડિયો જોયા બાદ ધ ગ્રેટ ખલીના ચાહકો પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. ઘ ગ્રેટ ખલી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

વીડિય પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યુ, સર, કોની પાસે શક્તિ છે તમને ઝુકાવી શકે ? આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા (Funny Comments) આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : Video : સીડી પરથી નીચે ઉતરવા આ બાળકે લગાવ્યુ ગજબનુ દિમાગ, જુગાડ જોઈને યુઝર્સ હસીને લોટ પોટ થયા