
દુનિયામાં ‘નાટુ નાટુ’ સોન્ગનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે. ભારતની સાથે સાથે વિદેશની ધરતી પર પણ લોકો આ ઓસ્કાર વિનિંગ સોન્ગ પર ડાન્સ કરી રહ્યાં છે. સામાન્ય માણસ, નાના બાળકોથી લઈને મોટા સેલેબ્રિટિઝ પણ આરઆરઆર ફિલ્મના આ ધમાકેદાર સોન્ગ પર ડાન્સ કરતા જોવા મળી રહ્યાં છે. ઓસ્કારના સ્ટેજ પર આ વર્ષે જે નાટુ નાટુ સોન્ગ પર ડાન્સ થયો છે, એજ સોન્ગ પર હાલમાં કેટલીક કાર પણ ડાન્સ કરતી જોવા મળી છે. તેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર ન્યૂ જર્સી શહેરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે કેટલીક ટેસ્લા કાર 1 મિનિટ સુધી નાટુ નાટુ સોન્ગ પર લાઈટ શો કરી રહ્યાં છે. એક પાર્કિગ સ્થળ પર ટેસ્લા કાર અલગ અલગ લાઈનમાં ઊભી છે. કેટલાક લોકો આ શાનદાર નજારો પણ જોઈ રહ્યાં છે.
નાટુ નાટુ સોન્ગના તાલ પર ટેસ્લા કાર પોતાની હેડલાઈટની મદદથી લાઈટ શો કરી રહ્યાં છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. ટેસ્લાના માલિક એલન મસ્કે આરઆરઆરના ટ્વિટર એકાઉન્ટ પર શેયર કરેલા આ વીડિયો પર સરસ મજાની પ્રતિક્રિયા પણ આપી છે.
♥️♥️
— Elon Musk (@elonmusk) March 20, 2023
આ પણ વાંચો : Viral Video : નશામાં ધૂત વ્યક્તિ અને ત્રણ વાંદરાઓ વચ્ચે થઈ જોરદાર બબાલ, Video જોઈ યુઝર્સ હસી હસીને થયા લોટપોટ
આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, મસ્ત મજેદાર વીડિયો છે આ તો. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, દિલ ખુશ ખુશ થઈ ગયું. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, નાટુ નાટુ સોન્ગ ભારતીયોનો ખુબ ગૌરવ અપાવ્યું છે.આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.
આ પણ વાંચો: Viral Video : બજારમાં ભેંસ બની અંડરટેકર, લોકોને ઉઠાવી ઉઠાવીને પછાડયા