બાળકોને દરેક પ્રકારની શિક્ષા આપવી જોઈએ. માત્ર અભ્યાસ જ મહત્ત્વનું નથી પરંતુ દુનિયા સાથે કેવી રીતે તાલ મિલાવી શકાય તે પણ શીખવવું જરૂરી છે. ઘણી શાળાઓમાં (School) ઉત્તમ શિક્ષણ આપવામાં આવે છે અને બાળકોને (Students) વિવિધ પ્રકારની ઈત્તર પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે. વિદ્યાર્થીઓને જુદા-જુદા સ્પોર્ટ્સમાં પાર્ટીશિપેટ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે, તો ઘણી વખત તેમને મુશ્કેલીના સમયમાં કેવી રીતે ટકી રહેવું તે વિશે જણાવવામાં આવે છે.
હાલમાં આ પ્રકારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં એક શિક્ષિકા સ્કૂલમાં વિદ્યાર્થીઓને ઉત્તમ સીખ આપતી જોવા મળે છે, જે ભવિષ્યમાં ઉપયોગી થઈ શકે છે. શિક્ષકે બાળકોને કહ્યું કે, આગ લાગે છે ત્યારે તેનાથી કેવી રીતે બચવું જોઈએ. બાળકો આગ લાગે તે સમયે શું કરવું અને કેવી રીતે બચવું તે જાણતા હોતા નથી.
આગ લાગે છે ત્યારે બાળકો ઘણીવાર ધુમાડાને કારણે બેભાન થઈ જાય છે અને તેમનો જીવ જોખમમાં મુકાય છે. શિક્ષકે બાળકોને આ સમસ્યાથી કેવી રીતે બચવું તે ખૂબ જ સરસ રીતે સમજાવ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે શાળા પરિસર જ ધુમાડામાં લપેટાઈ ગયું છે અને બાળકો રૂમાલથી મોઢું ઢાંકીને બહાર દોડી રહ્યા છે. આ એક સીખ છે, જે દરેક બાળકોએ શીખવી જોઈએ.
Wow, खेल-खेल में क्या बढ़िया बात बेहतरीन तरीके से सिखाई! pic.twitter.com/pDB2qpIlc1
— Temjen Imna Along (@AlongImna) October 14, 2023
આ અદ્ભુત વિડિયો નાગાલેન્ડના મંત્રી તેમજેન ઈમ્ના અલોંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે, Wow, खेल-खेल में क्या बढ़िया बात बेहतरीन तरीके से सिखाई! માત્ર 34 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો વખત જોવામાં આવ્યો છે, જ્યારે અનેક લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે.
વીડિયો જોયા બાદ લોકોએ જુદી-જુદી કમેન્ટ્સ પણ કરી છે. એક યુઝરે કહ્યુ કે, આપણી શાળાઓમાં આવી વસ્તુઓ કેમ શીખવવામાં આવતી નથી?’ અન્ય એક યુઝરે લખ્યું કે, હવે કોઈએ આવી ગેમ્સ રમીને બાળકોને મોબાઈલની લતમાંથી મુક્તિ અપાવવામાં મદદ કરવી જોઈએ. મજા આવશે.
વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો