Viral Video : સિદ્ધુ મૂસેવાલા સ્ટાઈલમાં સરફરાઝ ખાને કરી ઉજવણી, રણજી ટ્રોફીમાં ફટકારી હતી ત્રીજી સદી

TV9 GUJARATI

|

Updated on: Jan 17, 2023 | 11:53 PM

જોકે, આ ટીમમાં પસંદ ન થવાની વાત પર દુખી થવાને બદલે તેણે વધુ એક સદી ફટકારી દીધી છે. તેની ખાસ ઊદવણીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Viral Video : સિદ્ધુ મૂસેવાલા સ્ટાઈલમાં સરફરાઝ ખાને કરી ઉજવણી, રણજી ટ્રોફીમાં ફટકારી હતી ત્રીજી સદી
Sarfaraj Khan Viral Video
Image Credit source: Twitter

Follow us on

યુવા ક્રિકેટર સરફરાઝ ખાન હાલમાં રણજી ટ્રોફીમાં તેના ધમાકેદાર પ્રદર્શનને કારણે ચર્ચામાં છે. હાલમાં જ ટેસ્ટ ટીમના સિલેક્શન સમયે ભારતીય સિલેક્ટરર્સે તેને નજરઅંદાજ કર્યો હતો. તેના સારા પ્રદર્શનને જોયા બાદ પણ તેને ભારતીય ટીમ માટે પસંદ કરવામાં આવ્યો ન હતો, જેથી તેના સમર્થનમાં અનેક ટ્વિટ પણ થઈ હતી. જોકે, આ ટીમમાં પસંદ ન થવાની વાત પર દુખી થવાને બદલે તેણે વધુ એક સદી ફટકારી દીધી છે. તેની ખાસ ઊદવણીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સરફરાઝે દિલ્હી સામેની રણજી મેચના પહેલા દિવસે સદી ફટકારી હતી અને ત્યાર બાદ તેની હરકતો જોઈને એવું લાગી રહ્યું હતું કે તે ભારતીય પસંદગીકારોને તેમની ભૂલનો અહેસાસ કરાવી રહ્યો છે. તેમના માટે એક સંદેશ છોડીને, તે કહેવાનો પ્રયાસ કરી રહ્યો હતો કે તમે મને પસંદ કરો કે ન કરો, સદી અટકવાની નથી. સરફરાઝ ખાનના કોચે તેની આ સદી પર તેને ખાસ સલામી પણ આપી હતી.

મુંબઈના આ યુવા બેટ્સમેનની રણજી ટ્રોફીમાં આ સિઝનની આ ત્રીજી સદી છે, જેના કારણે તેણે પસંદગીકારોનું ધ્યાન આકર્ષિત કરવાનો પ્રયાસ કર્યો છે. મુંબઈની ટીમ પ્રથમ દિવસની રમત પૂરી થાય તે પહેલા પ્રથમ દાવમાં 293 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. સરફરાઝ ખાનના 125 રન તેની ઇનિંગની ખાસિયત રહી હતી. સદી ફટકાર્યા બાદ સરફરાઝ પ્રખ્યાત સિંગર સિદ્ધુ મૂસેવાલાની સ્ટાઈલમાં ઉજવણી કરતો જોવા મળ્યો હતો.

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આ ખેલાડીની જગ્યા ભારતીય ટીમમાં હોવી જોઈએ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ધમાકેદાર ઊજવણી. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, જોરદાર.

Latest News Updates

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati