Viral Video : ચાલુ બોટમાં આ વ્યક્તિએ ધનુષમાંથી તીર મારીને પકડી માછલી, લોકો એ કહ્યુ- આ આજનો અર્જુન છે

|

Sep 25, 2022 | 11:04 PM

આ વાયરલ વીડિયોમાં (Viral Video) એક વ્યક્તિ અનોખી રીતે માછલી પકડતા દેખાઈ છે. આ વીડિયોમાં જે દેખાઈ રહ્યુ છે તે તમે પહેલા ભાગ્યે જ જોયું હશે.

Viral Video : ચાલુ બોટમાં આ વ્યક્તિએ ધનુષમાંથી તીર મારીને પકડી માછલી, લોકો એ કહ્યુ- આ આજનો અર્જુન છે
Viral Video
Image Credit source: Instagram

Follow us on

Man Fishing With Bow and Arrow: આખી દુનિયામાં અજબ-ગજબ ટેલેન્ટ ધરાવતા લોકો વસે છે. ભારત સહિત આખી દુનિયામાં ઘણા એવા યુવાનો છે, જેમના ટેલેન્ટ તમને વિચારવા મજબૂર કરી દે છે કે, ખરેખર આવું હોઈ શકે ? હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં (Viral Video) એક વ્યક્તિ અનોખી રીતે માછલી પકડતા દેખાઈ છે. આ વીડિયોમાં જે દેખાઈ રહ્યુ છે તે તમે પહેલા ભાગ્યે જ જોયું હશે. આ વીડિયોમાં વિદેશની કોઈ નદીનો નજરો જોવા મળી રહ્યો છે. એક વ્યક્તિ બોટમાં નદી પરથી પસાર થઈ રહ્યો છે. તેના હાથમાં આધુનિક જમાનાના તીર-ધનુષ છે.

તમને જાણીને નવાઈ લાગશે કે તેનાથી તે નદીમાં માછલી પકડવા આવ્યો છે. સામાન્ય રીતે માછલી પકડવા જાળ કે ફિસિંગ સ્ટીકનો ઉપયોગ થાય છે. પણ આ વ્યક્તિ ધનુષનો ઉપોયોગ કરી અવનવો પ્રયોગ કરી રહ્યો છે. અચાનક એક માછલી નદીના પાણીમાંથી બહાર ઉછળે છે, તેને જોઈને તે વ્યક્તિ તેની તરફ તીર છોડે છે. તેમાંથી નીકળેલું તીર વાગતા તે માછલી ફરી પાણીમાં પડે છે. તે તીર દોરીથી બાંધ્યુ હતુ. ચાલુ બોટમાં તે દોરીની મદદથી તે માછલીને પોતાની તરફ લઈ આવે છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ મજેદાર વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર Reel Lifestyle Fishing નામ એકાઉન્ટ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યુ છે કે, વાહ ભાઈ વાહ ગજબ. બીજા એક યુઝરે લખ્યુ છે કે, આ તો ગજબનું ટેલેન્ટ છે. અન્ય એક યુઝરે લખ્યુ છે કે, આ તો કલિયુગનો અર્જુન છે. એકદમ અર્જુન જેવો સટીક નીશાન.

Next Article