Video : પેટ્રોલના વધતા ભાવથી કંટાળી આ વ્યક્તિએ ગજબનો જુગાડ કર્યો, આ જુગાડ જોઈને લોકો આઘાતમાં !

આ દિવસોમાં પેટ્રોલની કિંમત દરરોજ આસમાનને આંબી રહી છે, આ મોંઘવારીને કારણે કેટલાક લોકો પેટ્રોલથી છૂટકારો મેળવવા માટે ઇલેક્ટ્રિક બાઇક અને સાઈકલ તરફ વળવા લાગ્યા છે.

Video : પેટ્રોલના વધતા ભાવથી કંટાળી આ વ્યક્તિએ ગજબનો જુગાડ કર્યો, આ જુગાડ જોઈને લોકો આઘાતમાં !
Funny Video Viral On Social Media
| Edited By: | Updated on: Oct 30, 2021 | 3:00 PM

Funny Video : આજકાલ એકથી એક ચડિયાતા જુગાડ જોવા મળે છે, કેટલાક જુગાડ જોઈને એન્જિનિયર પણ દંગ રહી જાય છે. સામાન્ય રીતે લોકો નકામી વસ્તુનો ઉપયોગ કરીને જુગાડથી આશ્વર્યજનક વસ્તુ તૈયાર કરતા હોય છે. આજકાલ આવો જ એક જુગાડ વીડિયો ચર્ચામાં આવ્યો છે, જેમાં એક વ્યક્તિ બાઈકને જુગાડથી સાઈકલમાં ફેરવી નાખે છે. આ અનોખો જુગાડ જોઈને તમને પણ હસવુ આવશે.

પેટ્રોલના વધતા ભાવથી કંટાળી યુવકે કંઈક આવુ કર્યુ

આ દિવસોમાં પેટ્રોલની કિંમત દરરોજ આસમાનને આંબી રહી છે, આ મોંઘવારીને કારણે કેટલાક લોકો પેટ્રોલથી છૂટકારો મેળવવા માટે ઇલેક્ટ્રિક બાઇક અને સાઈકલ તરફ વળવા લાગ્યા છે. આ સ્થિતિમાં એક વ્યક્તિએ દેશી જુગાડની મદદથી બાઇકને સાઇકલમાં ફેરવી દીધી છે, જેનો વીડિયો ઇન્ટરનેટની (Internet) દુનિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિએ જુગાડ દ્વારા પોતાની બાઈકને સાઈકલમાં ફેરવી દીધી હતી. આ માણસે બાઇકનો ઉપરનો ભાગ કાઢીને પોતાની સાયકલમાં ફીટ કરી દીધો હતો. આ અનોખી સાઈકલ (Bicycle) જોઈને લોકો પણ વિચારમાં પડી ગયા.

જુઓ વીડિયો

જુગાડે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી

આ જુગાડ સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો જોઈને ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે, જ્યારે ઘણા લોકો કહે છે કે આ દેશી જુગાડની અજાયબી છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘ખરેખર! આ જુગાડે મારું માથું ફેરવી નાખ્યું છે.’ જ્યારે અન્ય યુઝરે લખ્યું, આ વિચિત્ર જુગાડ જોઈને આઈન્સ્ટાઈન અને ન્યૂટન પણ વિચારમાં પડી જાય.

 

આ પણ વાંચો: મંડપમાં એન્ટ્રી માટે વરરાજાની સાળીઓએ રાખી વિચિત્ર શરતો, Video જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો

આ પણ વાંચો: ગજબ હો બાકી ! નાગરિકો કોરોનાની ગાઇડલાઇનનું પાલન ના કરવા છતાં પણ આ જગ્યા પર આજ દિવસ સુધી નથી પહોંચ્યો કોરોના

Follow Us