Viral : એક વ્યક્તિએ સોનાના આભૂષણોમાંથી બનાવ્યુ ડો. એપીજે અબ્દુલ કલામનું ચિત્ર, લોકોએ કહ્યુ “ક્યા ટેલેન્ટ હૈ”

|

Sep 13, 2021 | 9:18 AM

તાજેતરમાં એક વ્યક્તિએ સોનાના આભુષણોથી ડો.એપી.જે અબ્દુલ કલામનું ચિત્ર તૈયાર કર્યુ છે, જેની તસવીર હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે, આ ચિત્ર જોઈને તમને પણ આશ્વર્ય થશે.

Viral : એક વ્યક્તિએ સોનાના આભૂષણોમાંથી બનાવ્યુ ડો. એપીજે અબ્દુલ કલામનું ચિત્ર, લોકોએ કહ્યુ ક્યા ટેલેન્ટ હૈ
Man prepare abdul kalam picture with gold ornaments

Follow us on

Viral Photos : સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલીક તસવીર વાયરલ થતી જોવા મળે છે, જેમાં કેટલીક તસવીર એવી હોય છે, જે પોસ્ટ થતાની સાથે જ ઈન્ટરનેટ પર છવાઈ જાય છે. ત્યારે તાજેતરમાં આવી જ એક ડો. એપીજે અબ્દુલ કલામની (Dr. APJ Abdul Kalam) તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

દુનિયામાં ઘણા લોકો એવા હોય છે જે પોતાની મહેનત અને શોખથી કંઈર અનોખા પ્રયાસ કરતા જોવા મળે છે. ત્યારે તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media)પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ જે રીતે ડો.એપીજે અબ્દુ કલામનું ચિત્ર તૈયાર કર્યુ છે, જે જોઈને તમને પણ આશ્વર્ય થશે.

લોકો આ વ્યક્તિના અનોખા પ્રયાસની ખુબ પ્રશંશા કરી રહ્યા છે

કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1

આપણે બધા જાણીએ છીએ કે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને ભારતરત્ન ડોક્ટર એપીજે અબ્દુલ કલામનું જીવન ખુબ સાદગીપૂર્ણ હતુ, તેમના જીવનમાં અધ્યાત્મ અને વિજ્ઞાનનો(Science)  સુંદર સમન્વય હતો. આજે ભલે તે આપણી સાથે ન હોય પરંતુ તેના વિચારો લોકોના મનમાં હજુ પણ જીવંત છે. તાજેતરમાં ડો.એપીજે અબ્દુલ કલામની એક તસવીર (Viral photos) સામે આવી છે. જેમાં તેમના એક ચાહકે સોનાના ઘરેણામાંથી કલામ સાહેબની પ્રતિકૃતિ બનાવી છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.લોકો આ વ્યક્તિના અનોખા પ્રયાસની ખુબ પ્રશંશા કરી રહ્યા છે.

જુઓ તસવીર

 

 

લોકોએ આપી કંઈક આવી પ્રતિક્રિયા

આ તસવીરને સોશિયલ મીડિયા (Social media) પર લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ જ કારણ છે કે ઘણા યુઝર્સે પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. એક યુઝરે કહ્યું, “કલામ સાહેબની ખૂબ જ સુંદર તસવીર બનાવવામાં આવી છે,કલાકારને ખૂબ ખૂબ અભિનંદન.”જ્યારે અન્ય યુઝર્સ કટાક્ષ કરીને લખ્યું કે, ‘કલામ જીના (Kalamji) આદર્શોને અનુસરીને, ગરીબોને પણ કેટલાક દાગીના (Gold ornaments) દાન કરો.’ આ સિવાય, અન્ય ઘણા વપરાશકર્તાઓએ આ અંગે રમૂજી ટિપ્પણીઓ ( Funny reaction) કરી છે.

 

 

આ પણ વાંચો: Video: યુવકે કુતરા સાથે કરી મજાક, બાદમાં કંઈક એવુ થયુ જે જોઈને તમે પણ કહેશો “જૈસી કરની વૈસી ભરની”

આ પણ વાંચો:  લોકો નહીં સુધરે !! નિરજ ચોપરાને તેમના લુક્સ પર ટ્રોલ કરવા ગયા આ ભાઇ, પ્રશંસકોએ લઇ લીધી બરાબરની ક્લાસ

Next Article