Viral Video : છોકરીઓએ સ્ટેજ પર ઉભેલા વરરાજાને કર્યા પરેશાન, વીડિયો જોઈને તમે પણ આશ્વર્યચકિત થઈ જશો !

તાજેતરમાં સોશિયલ મીડિયા (Social Media)પર લગ્નનો એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં છોકરીઓ ભેગા મળીને વરરાજાને પરેશાન કરતી જોવા મળે છે,આ વીડિયો જોઈને તમે પણ આશ્વર્યચકિત થઈ જાશો.

Viral Video : છોકરીઓએ સ્ટેજ પર ઉભેલા વરરાજાને કર્યા પરેશાન, વીડિયો જોઈને તમે પણ આશ્વર્યચકિત થઈ જશો !
Marriage Viral Video
| Edited By: | Updated on: Aug 18, 2021 | 10:10 AM

Viral Video:  લગ્ન સંબંધિત વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર અવાર નવાર વાયરલ થતા હોય છે, ઘણી વખત વીડિયો જોઈને લોકો હસીને લોટપોટ થઈ જાય છે,તો કેટલીક વાર આશ્ચર્ય પણ થતુ હોય છે. તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે જોઈને લોકોને હાસ્યની સાથે આશ્ચર્ય પણ થઈ રહ્યું છે.

આપણે બધા જાણીએ છીએ કે ભારતીય લગ્નોમાં વિવિધ પ્રકારની ધાર્મિક વિધિઓ (Ritual) હોય છે. આ ધાર્મિક વિધિઓ જ લગ્નની મજાને બમણી કરે છે. પરંતુ જ્યારે મજા વધારે પડતી મજાક બની જાય છે, ત્યારે વાત લડાઈ સુધી પહોંચી જાય છે. ત્યારે તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં વરરાજાને(Groom) પરેશાન થતા જોઈને તમને પણ દયા આવી જશે.

વીડિયોમાં (Video) જોવા મળે છે કે, સ્ટેજ પર વરરાજા તેના મિત્રો સાથે દુલ્હનના આવવાની રાહ જોઈને ઉભા છે, ત્યારે કેટલીક છોકરીઓ અચાનક વરરાજાને મારવાનું શરૂ કરી દે છે અને આ ઝઘડા દરમિયાન લડાઈ એટલી વધી જાય છે કે વરરાજાના મિત્રો પણ તેને બચાવવાની કોશિશ કરતા જોવા મળે છે,પરંતુ કોઈ ફાયદો થયો નથી.

જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. ઉપરાંત ઘણા લોકોએ આ રમૂજી વીડિયો (funny Video) પર પ્રતિક્રિયા પણ આપી છે.જેમાં એક યુઝરે લખ્યુ કે, લગ્નની આવી ધાર્મિક વિધિ ?જ્યારે અન્ય એક યુઝર્સ લખ્યું કે આ બધી છોકરીઓ વરરાજાની ગર્લફ્રેન્ડ હશે. આ સિવાય અન્ય ઘણા યુઝર્સ આ વીડિયો પર રમૂજી પ્રતિક્રિયાઓ (Comment) આપી.તમને જણાવી દઈએ કે આ રમુજી વિડીયો Instagram_niranjanm87 નામના યુઝર દ્વારા ઇન્સ્ટાગ્રામ (Instagram) પર શેર કરવામાં આવ્યો છે. જેને અત્યારસુધીમાં હજારો વ્યૂઝ અને લાઈક્સ મળી ચૂક્યા છે.

 

આ પણ વાંચો: Funny Video : કોરોનાની વેક્સિન લગાવવા યુવાને બાળકોની જેમ કર્યુ નાટક, વિડીયો જોઈને તમે પણ હસીને લોટપોટ થઈ જશો !

આ પણ વાંચો: Viral Video : હાથમાં બંદૂક સાથે તાલિબાનીઓ શું કરી રહ્યા છે ? વીડિયો વાયરલ થતા લોકોમાં ભારે રોષ

Published On - 9:58 am, Wed, 18 August 21