Viral Video : લગ્ન પહેલા દુલ્હનનો “સ્વેગ”, કાર લઈને નીકળી ડ્રાઇવ પર, જુઓ મજેદાર Video

તાજેતરમાં સોશિયલ મીડિયા (Social Media)પર એક દુલ્હનનો વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં દુલ્હનનો "સ્વેગ" લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.

Viral Video : લગ્ન પહેલા દુલ્હનનો સ્વેગ, કાર લઈને નીકળી ડ્રાઇવ પર, જુઓ મજેદાર Video
Viral Video
| Edited By: | Updated on: Aug 20, 2021 | 9:03 AM

સોશિયલ મીડિયા પર લગ્નના વીડિયો અવારનવાર વાયરલ થતા જોવા મળે છે. લગ્નના વિવિધ પ્રકારના વિડીયો ઈન્ટરનેટ પર છવાયેલા રહે છે, જેમાં કેટલાક વિડીયો એટલા રમુજી હોય (Funny Video) કે લોકો હસવાનું રોકી શકતા નથી, ઉપરાંત ત્યાં ઘણા વિડીયો એટલા ભાવુક હોય છે કે તમારી આંખમાં આંસુ આવી જાય છે. લગ્નનો આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જે જોઈને તમારા ચહેરા પર પણ સ્મિત આવી જશે. આ વિડિઓમાં કન્યા લગ્ન પહેલા ‘ચિલ’ કરતી જોવા મળી રહી છે.

સામાન્ય રીતે દુલ્હન શણગાર સાથે અને શાનદાર રીતે તેના લગ્નમાં આવે છે, પણ આ દુલ્હન (Bride) થોડી અલગ છે. આ દુલ્હન કાર ચલાવીને પોતાના લગ્નમાં (Wedding)પહોંચી હતી. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, કન્યા લગ્નના સ્થળ પર પહોંચવા માટે કાર ચલાવી રહી છે, કાર ચલાવતી વખતે તેના હાથમાં પીણું પણ જોવા મળે છે. આ દુલ્હનને જોયા બાદ દરેક વ્યક્તિ તેના અંદાજના દિવાના થઈ જશે.

જુઓ વીડિયો

આ વિડિયો ઇન્સ્ટાગ્રામ પર witty_wedding એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ પોસ્ટની સાથે કેપ્શનમાં લખ્યું છે કે, “જ્યારે તમે તમારા લગ્નના દિવસે ખૂબ જ આતુર હોવ, ત્યારે આવું કંઈક બને છે.” લોકોને આ વીડિયો ખૂબ પસંદ આવી રહ્યો છે. આ કન્યાએ પોતાના અલગ અંદાજથી દરેકનું દિલ જીતી લીધું છે.

દુલ્હનનો આ સ્વેગ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ (Viral) થઈ રહ્યો છે. લોકો આ વીડિયોને શેર કરી રહ્યા છે અને સાથે વિવિધ પ્રકારની ટિપ્પણીઓ અને પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.જેમાં એક યુઝર્સ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે,દુલ્હન ખુબ જ સુંદર લાગી રહી છે,તો એન્ય કેટલાક યુઝર્સ પણ દુલ્હનના અંદાજની પ્રશંસા કરી રહ્યા છે.

 

 

આ પણ વાંચો: સ્પીડમાં બાઈક પર સ્ટંટ દેખાડી રહ્યો હતો વ્યક્તિ, અચાનક બગડ્યુ બેલેન્સ જુઓ પછી શું થયુ

આ પણ વાંચો: આ નવાબે પોતાના પાલતુ કૂતરાના લગ્નમાં કરોડો રૂપિયા ખર્ચ્યા હતા, દોઢ લાખથી વધુ મહેમાનો રહ્યા હતા હાજર, જુઓ Photos