Viral Video : લાઇવ બુલેટીનમાં ન્યૂઝ એન્કરનો દાંત નીકળી આવ્યો બહાર, રોકાયા વગર સમાચાર વાંચવાનું રાખ્યુ ચાલુ

|

Dec 14, 2021 | 3:02 PM

યુક્રેનની ન્યૂઝ એન્કર મારીચકાએ પોતે આ ઘટનાનો વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. તેણે વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે તેને બિલકુલ આશા નહોતી કે સમાચાર જોનારા દર્શકો આ ઘટનાની નોંધ લેશે.

Viral Video : લાઇવ બુલેટીનમાં ન્યૂઝ એન્કરનો દાંત નીકળી આવ્યો બહાર, રોકાયા વગર સમાચાર વાંચવાનું રાખ્યુ ચાલુ
TV Anchor Tooth falls off

Follow us on

સોશિયલ મીડિયામાં (Social Media) રોજ કેટલાક વીડિયો વાયરલ (Viral Video) થતા હોય છે. ઇન્ટરનેટના (Internet) કારણે દુનિયા નાની થઇ ગઇ છે અને એજ કારણ છે કે કોઇ પણ અનોખી વસ્તુને વાયરલ થતા સમય નથી લાગતો. આવા વાયરલ વીડિયોમાં કેટલાક એવા હોય છે જે તમને વિચારવા પર મજબૂર કરી દે તો કેટલાક એવા હોય છે જેને જોઇને આપણે આપણી હસી પર કાબૂ નથી રાખી શક્તા. હાલમાં એવો જ એક વીડિયો વાયરલ થયો છે જેને જોયા બાદ તમે પણ હસી હસીને (Funny Video) લોટપોટ થઇ જશો.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે યુક્રેનની ન્યૂઝ એન્કર માર્સિહકા પડાલ્કો લાઈવ શો કરી રહી હતી. તમે જોઈ શકો છો કે તે સમાચાર વાંચી રહી હતી, આ દરમિયાન અચાનક તેનો દાંત તૂટી ગયો. પરંતુ આ અચાનક થયેલી ઘટના પણ એન્કરનું ધ્યાન વિચલિત કરી શક્તી નથી અને તેણે આ ઘટનાને તેના કામમાં અડચણ ન બનવા દીધી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે મહિલા એન્કર સમાચાર વાંચતી વખતે તેના તૂટેલા દાંતને હટાવે છે અને તે પછી પણ રોકાયા વિના પોતાની જવાબદારી નિભાવે છે. આ દરમિયાન તે એક સેકન્ડ માટે પણ સમાચાર વાંચવાનું બંધ કરતી નથી.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

યુક્રેનની ન્યૂઝ એન્કર મારીચકાએ પોતે આ ઘટનાનો વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. તેણે વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે તેને બિલકુલ આશા નહોતી કે સમાચાર જોનારા દર્શકો આ ઘટનાની નોંધ લેશે. તેણે પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે એક દાયકા પહેલા તેની પુત્રીએ ભૂલથી તેના દાંત પર લોખંડની ઘડિયાળ મારી દિધી હતી. જેના કારણે તેનો દાંત તૂટી ગયો હતો. તે પછી તેને ડેન્ટર્સ કરાવવા પડ્યા.

આ પણ વાંચો –

GANDHINAGAR : ગ્રામ પંચાયતની ચૂંટણી અંગે રાજ્યના ચૂંટણીપંચ, આરોગ્ય વિભાગ અને ગૃહ વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ

આ પણ વાંચો –

એક સમય પર વ્લાદિમીર પુતિનને ટેક્સી ચલાવવાની ફરજ પડી હતી! રશિયન રાષ્ટ્રપતિએ પરિસ્થિતિ વિશે કરી વાત

આ પણ વાંચો –

Parliament Latest Updates: રાજ્યસભા 2 વાગ્યા સુધી સ્થગિત, સાંસદોના સસ્પેન્શનના વિરોધમાં વિપક્ષે પગપાળા કૂચ કરી, વિજય ચોકમાં સુત્રોચ્ચાર કર્યા

Next Article