Viral Video : લાઈવ મેચમાં ઉડ્યા હેલમેટ, ચશ્મા અને ટોપી… મેદાન છોડી ભાગ્યા ખેલાડીઓ

NZ vs SL : ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે જે સમયે કેન વિલિયમસન સ્ટ્રાઈક પર આવ્યો ત્યારે મેદાન પર એક એવી ઘટના બની જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મેચ દરમિયાન ઝડપી હવાઓ ચાલવા લાગી હતી. હવાનું જોર એટલું હતું કે ખેલાડીઓ એક જગ્યાએ ઉભા રહી શકતા ન હતા.

Viral Video : લાઈવ મેચમાં ઉડ્યા હેલમેટ, ચશ્મા અને ટોપી... મેદાન છોડી ભાગ્યા ખેલાડીઓ
NZ VS SL Viral Video
| Edited By: | Updated on: Mar 18, 2023 | 4:23 PM

ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે હાલમાં ટેસ્ટ સિરીઝની બીજી મેચ રમાઈ રહી છે. પ્રથમ દિવસે ન્યૂઝીલેન્ડના ખેલાડીઓ બેટિંગ માટે આવ્યા હતા. ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે જે સમયે કેન વિલિયમસન સ્ટ્રાઈક પર આવ્યો ત્યારે મેદાન પર એક એવી ઘટના બની જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મેચ દરમિયાન ઝડપી હવાઓ ચાલવા લાગી હતી. હવાનું જોર એટલું હતું કે ખેલાડીઓ એક જગ્યાએ ઉભા રહી શકતા ન હતા. તેમની ટોપી અને ચશ્મા પણ મેદાન પર ઉડવા લાગ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

જણાવી દઈએ કે ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચેની બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસની રમત ખરાબ હવામાનને કારણે મોડી શરુ થઈ હતી. વરસાદના કારણે પિચ પણ ભીની હતી. જેને કારણે પ્રથમ સેશનની રમત રદ્દ કરવામાં આવી હતી. ટોસ જીતીને શ્રીલંકા પ્રથમ બોલિંગ માટે ઉતરી હતી. હાલમાં 2 મેચની ટેસ્ટ સિરીઝમાં ન્યૂઝીલેન્ડની ટીમ 1-0થી આગળ છે. પ્રથમ ટેસ્ટ મેચ ન્યૂઝીલેન્ડની ટીમે છેલ્લા બોલ પર જીત મેળવી હતી.

આ રહ્યો એ વાયરલ વીડિયો


આ પણ વાંચો : Viral Video : નશામાં ધૂત વ્યક્તિ અને ત્રણ વાંદરાઓ વચ્ચે થઈ જોરદાર બબાલ, Video જોઈ યુઝર્સ હસી હસીને થયા લોટપોટ

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, બાપ રે બાપ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ક્રિકેટના મેદાન પર વાવાઝોડાની તોફાની બેટિંગ. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, મજેદાર વીડિયો છે આ તો. આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.

આ પણ વાંચો:  Viral Video : બજારમાં ભેંસ બની અંડરટેકર, લોકોને ઉઠાવી ઉઠાવીને પછાડયા