Monkey Drinks Alcohol: કહેવાય છે કે વાંદરા એ માણસોના પૂર્વજો છે. તેઓ માણસની નકલ કરવામાં માહેર હોય છે. એવી જ રીતે ઘણા લોકો જીવનમાં એવી હરકત પણ કરતા હોય છે જેને કારણે તેમના નજીકના લોકો તેમને વાંદરા વેડા કરવાની ના પાડે છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વાંદરાનો (Monkey) વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. આવો વીડિયો તમે પહેલા ભાગ્યે જ જોયો હશે.
તમે ક્યારેય વાંદરાને દારુ પીતા જોયો છે ? આ વીડિયોમાં વાંદરાનો દારુડિયા જેવો અંદાજ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે જંગલ વિસ્તારમાં એક વ્યક્તિ વાંદરાને દારુ પીવડાવતા જોવા મળી રહ્યો છે. વાંદરાના હાથમાં ગ્લાસ છે અને તે વ્યક્તિ બોટલમાંથી દારુ તેના ગ્લાસમાં નાખી રહ્યો છે. દારુ પીધા બાદ વાંદરાના હાલ બેહાલ થયા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સને ખુબ મનોરંજન આપી રહ્યો છે.
આ પણ વાંચો : India vs Pakistanની મેચ દરમિયાન મેદાન પર થઈ બબાલ, હેડ કોચને મળ્યો રેડ કાર્ડ, જુઓ Video
ये अभी अदिपुरुष देख कर आया है,
सरदर्द दूर कर रहा है
😂😂😂😂😂😂 pic.twitter.com/YNJPyiw1Bm— Hasna Zaroori Hai 🇮🇳 (@HasnaZarooriHai) June 21, 2023
આ પણ વાંચો : Viral Video : ઈંગ્લેન્ડના દર્શકો એ સ્ટીવ સ્મિથને કર્યો હેરાન, કરિયરના ખરાબ દિવસોની અપાવી યાદ
સોશિયલ મીડિયા પર આ વીડિયો @HasnaZarooriHai નામના ટ્વિટર એકાઉન્ટ પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયો જોઈ લોકો હસી હસીને લોટપોટ થયા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો જોઈને મનોરંજન મેળવી રહ્યા છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
આ વીડિયો જોઈ એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે, વાંદરાઓ પણ હવે માણસો જેવી હરકતો કરવા લાગ્યા છે. બીજા એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે, આ વાંદરો પાક્કુ આદિપુરુષના ડાયલોગ સાંભળીને આવ્યો છે. આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયોના કોમેન્ટ બોક્સમાં જોવા મળી છે.
આ પણ વાંચો : IND vs PAK : પાકિસ્તાનની ટીમને માંડ માંડ મળ્યા ભારતના વિઝા, 21 જૂનથી શરુ થશે આ મોટી ટુર્નામેન્ટ
વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો