
સોશિયલ મીડિયોમાં આજકાલ એક આરબ વ્યક્તિનો વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. જેમા તે બાઝ પક્ષીને લઈને ફ્લાઈટમાં યાત્રા કરવા જતો દેખાઈ રહ્યો છે. વીડિયોમાં જણાવાયુ છે કે આ ફ્લાઈટ અબૂધાબીથી મોરક્કો જઈ રહી છે. જેમા એક યાત્રી તેના પાલતુ બાઝ સાથે વિમાનમાં સવાર થયો અને ખાસ બાબત એ હતી કે બાઝની પાસે બાકાયદા તેનો પાસપોર્ટ પણ હતો.
આ પુરી ઘટના કેમેરામાં કેદ થઈ છે અને તેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પારંપરિક સફેદ પોષાકમાં એક અરબી શખ્સ બાઝને તેના હાથમાં લઈને ઍરપોર્ટ પર ઉભો છે. ત્યારે અન્ય એક મુસાફર તેમને પૂછે છે કે શું આ બાઝ પણ આપણી સાથે ફ્લાઈટમાં યાત્રા કરવાનું છે? તો અરબી માણસ હસતા હસતા જવાબ આપે છે હાં બિલકુલ ફ્લાઈટમાં આવશે.
જુઓ Video
વીડિયોમાં બાઝનો પાસપોર્ટ પણ બતાવવામાં આવ્યો છે. જેમા તેના વિશે પુરી જાણકારી આપવામાં આવી છે. બાઝનો માલિક વાંચીને સંભળાવે છે કે આ બાઝ નર જાતિ છે અને તે સ્પેનથી છે. તેની યાત્રાની વિગતો પાસપોર્ટમાં સમાવિષ્ટ છે.
જાણકારી અનુસાર સંયુક્ત આરબ અમીરાતમાં બાઝ માટે અલગ પાસપોર્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. વર્ષ 2015માં આ નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. જેથી આ પક્ષીઓની ગેરકાયદે રીતે થતી તસ્કરી રોકવામાં આવી શકે અને તેની સંખ્યા પર દેખરેખ રાખવામાં આવી શકે.
વીડિયોમાં વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયા સામે આવી છે. એક યુઝરે લખ્યુ છે કે બાઝનો માલિક ઘણો શાંત અને શાલીન છે તેમજ આત્મવિશ્વાસુ છે. જેવી રીતે આ વ્યક્તિ માટે આ વસ્તુ સામાન્ય છે. અન્ય એક યુઝરે લખ્યુ આ ઘણી અદ્દભૂત ઘટના છે. અને માલિકનો વ્યવહાર પણ એક્દમ સહજ છે.
દેશ અને દુનિયાના ટ્રેન્ડીંગ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 3:09 pm, Tue, 6 May 25