Viral Video: ચિત્તાના પરિવાર માટે થંભી ગયો ટ્રાફિક, રસ્તા વચ્ચે કરી માણસો જેવી હરકતો

Leopard Viral Video: સોશિયલ મીડિયા પર જંગલી પ્રાણીઓને લગતા અનેક વીડિયો વાયરલ થતા હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર ચિત્તાના પરિવારનો વીડિયો વાયરલ થતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં માદા ચિત્તા અને તેના બચ્ચાઓ માણસ જેવી હરકતો કરતા જોવા મળી રહ્યાં છે.

Viral Video: ચિત્તાના પરિવાર માટે થંભી ગયો ટ્રાફિક, રસ્તા વચ્ચે કરી માણસો જેવી હરકતો
Leopard cubs viral video
| Edited By: | Updated on: Apr 17, 2023 | 5:54 PM

સોશિયલ મીડિયા પર જંગલના અનેક વીડિયો વાયરલ થતા હોય છે. ઘણા લોકો જંગલ સફારીનો આનંદ માણીને તેના વીડિયો પણ શેયર કરતા હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર આવા જ એક જંગલ સફારી દરમિયાનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક ચિત્તાના પરિવારની માણસો જેવી મસ્તી જોવા મળી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક માદા ચિત્તાની પાછળ તેના 2 બચ્ચાઓ પર રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે. આ દરમિયાન એક બચ્ચુ માદા ચિત્તાને હેરાન કરે છે અને રસ્તા પર આમતેમ ફરવા લાગે છે. તેને જોઈ માદા ચિત્તા પરત આવે છે અને તેને રસ્તો પસાર કરવાનો ઈશારો કરે છે. ચિત્તાના પરિવારને માણસો જેવી હરકતો કરતા જોઈ યુઝર્સ ખુબ ખુશ થયા હતા.

આ પણ વાંચો : Kohli vs Ganguly VIDEO: ક્રિકેટના મેદાન પર કોહલી-ગાંગુલી સામસામે આવ્યા, આંખો મળી પણ હાથ ના મિલાવ્યો

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ પણ વાંચો : Viral Video: 3 ઘેટાં વચ્ચે થઈ ખતરનાક લડાઈ, લડવાની સ્ટાઈલ જોઈ યુઝર્સે કહ્યું કોણ જીતશે કહેવુ મુશ્કેલ!

 

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને જોઈ દંગ રહી ગયા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે,  વાહ ભાઈ વાહ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, કેટલો સરસ વીડિયો. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આ તો માણસો જેવી હરકતો કરે છે.  આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.

 

ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…