ભારતીય ફોટોગ્રાફરે પોતાના 30 વર્ષના પ્રેમને આપ્યું અનોખું રૂપ, બનાવી દીધું કેમેરા આકારનું ‘આખું ઘર’

દરેક વ્યક્તિ પોતાના સપનાનું ઘર સૌથી અલગ અને સુંદર બનાવવા માંગે છે પરંતુ એક ફોટોગ્રાફરે પોતાના વ્યવસાય પ્રત્યેના પ્રેમને કંઈક અલગ જ સ્તરે પહોંચાડ્યો છે. તેણે પોતાનું આખું ઘર એક કેમેરાની ડિઝાઇનમાં બનાવ્યું છે, જેનું નામ 'Click' રાખ્યું છે.

ભારતીય ફોટોગ્રાફરે પોતાના 30 વર્ષના પ્રેમને આપ્યું અનોખું રૂપ, બનાવી દીધું કેમેરા આકારનું આખું ઘર
Image Credit source: @priyamsaraswat
| Updated on: Jul 10, 2026 | 6:32 PM

દરેક મહેનતુ માણસ પોતાના સપનાનું એક ઘર બનાવવા માંગે છે. વ્યક્તિ પોતાના ઘરને એટલી સુંદર ડિઝાઇન આપવા માંગે છે કે, તેના જેવું બીજું કોઈ ઘર ન હોય. કેટલાક લોકોને પોતાના વ્યવસાય પ્રત્યે એટલો બધો પ્રેમ હોય છે કે, તેની ઝલક તેમના જીવનમાં પણ જોવા મળે છે. કર્ણાટકના બેલગાવીમાં આવેલું એક ફોટોગ્રાફરનું ઘર આપણને આ જ વસ્તુ બતાવે છે.

રિયલ એસ્ટેટમાં રસ ધરાવતા ક્રિએટર પ્રિયમ સારસ્વત કેમેરાની ડિઝાઇનવાળા ઘરે પહોંચે છે અને તેના માલિક પાસે ઘરને અંદરથી જોવાની પરવાનગી માંગે છે.

આ દરમિયાન ઓનર તેમને જણાવે છે કે, તેઓ કેમેરા પ્રત્યે અત્યંત ઝનૂની છે અને તેમના જીજાજીએ આ ઘર ડિઝાઇન કર્યું છે. આ પછી તેઓ પ્રિયમને ઘરનું ઇન્ટિરિયર બતાવે છે, જ્યાં એક સેલ્ફ (કબાટ)માં બધા જૂના કેમેરા અને તેમના લેન્સ રાખેલા હોય છે.

તેઓ જણાવે છે કે, તેમને ફોટોગ્રાફી કરતા 30 વર્ષ થઈ ગયા છે. આગળ તેઓ પોતાના રસોડાની બારી બતાવે છે અને જણાવે છે કે, આ બહારથી કેમેરાના લેન્સ જેવી લાગશે. બાલ્કનીની રેલિંગને જૂના કેમેરાની રીલના અંદાજમાં બનાવવામાં આવી છે, તો ઘરની દીવાલ પર તેમણે કેમેરાના SD કાર્ડની ડિઝાઇન પણ કરાવી છે.

બાળકોના નામ પણ કેમેરા પર છે

આગળ ‘Click’ ના માલિક ઘરના દાદર (સીડી) બતાવે છે, જેમાં દરેક પગથિયાની નીચે કેમેરાને લઈને કંઈક ને કંઈક મેસેજ લખેલો હોય છે. ફેમિલી ફોટો બતાવતા તેઓ પોતાના દીકરાઓના નામ પણ જણાવે છે, તેમના સૌથી મોટા દીકરાનું નામ કેનન (Canon) હોય છે, તો વચલા દીકરાનું નામ નિકોન (Nikon) હોય છે, જ્યારે નાના દીકરાનું નામ તેમણે એપ્સન (Epson) રાખ્યું હોય છે.

ઘર બનાવનાર યલ્લાની જાધવ જણાવે છે કે, તેમણે બાળકના ઘરની વિન્ડો (બારી) પણ કેમેરાના ફ્લેશની ડિઝાઇનમાં બનાવી છે. કેમેરામેને ગેસ્ટ બેડરૂમને પણ ‘ગુગલ ફોટોઝ’ના અંદાજમાં બનાવડાવ્યો છે. ઘરની ગ્રીલ્સમાં પણ ડિઝાઇનરે કેમેરાની આકૃતિ બનાવી છે.

બનાવવામાં શું પડકારો આવ્યા?

આ ઘર બનાવવામાં શું પડકારો આવ્યા એવું પૂછવા પર રવિ અને તેમના ‘જીજાજી’એ જણાવ્યું કે, આ ઘરનું માપ 22×50 છે. ટૂંકમાં, આ પહેલેથી જ નાનું છે. એવામાં ઘરને ઘર જેવું જ બતાવવું એક મોટો પડકાર હતો. બાળકો માટે, પતિ-પત્ની માટે, ગેસ્ટ માટે રૂમ બનાવવો ચેલેન્જિંગ હતો. સાથે જ, બહારનો લુક પણ કેમેરા જેવો જ જોઈતો હતો.

પ્રિયમનો વીડિયો આની સાથે જ પૂરો થયો. તેમણે (@priyamsaraswat) કેપ્શનમાં લખ્યું કે, જ્યારે એક પરિવારે કેમેરા જેવું ઘર બનાવવાનો નિર્ણય કર્યો, તો આ ઘર ઝનૂન અને હિંમતના મેળાપનું એક સારું ઉદાહરણ બની ગયું.

મહારાષ્ટ્રના રાયગઢમાં પૂરનાં પાણીમાં તણાયા આશરે 3 હજાર LPG ગેસ સિલિન્ડર, વીડિયો થયો વાયરલ

Follow Us
Loading...
Unable to load recommendations.