Viral Video : વિદેશી કપલે કર્યા ભારતીય રીતરિવાજથી લગ્ન, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

|

Oct 26, 2021 | 12:47 PM

ભારતીય રિવાજો મુજબ સ્યામિક દુલ્હનની જેમ તૈયાર થઇ છે. તેણે તેના હાથમાં મહેંદી લગાવી છે અને ફેરા દરમિયાન ભારતીય પરંપરાગત કપડાં પહેર્યા છે.

Viral Video : વિદેશી કપલે કર્યા ભારતીય રીતરિવાજથી લગ્ન, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
Foreign couple marries in Indian customs

Follow us on

ભારતીય રિવાજો અને પરંપરાઓ ખૂબ જ પ્રાચીન અને પ્રચલિત છે. ભારતીય લગ્નમાં એવી અનેક વિધિઓ છે, જેને જોયા બાદ દુનિયાભરના લોકો આકર્ષિત થાય છે. એટલા માટે આપણે ઘણીવાર જોઈએ છીએ કે વિદેશી લોકો પણ ભારતીય પરંપરાઓ અનુસાર લગ્ન કરવા માંગે છે. લગ્ન દરમિયાન, તમામ પ્રચલિત રિવાજોનું પાલન કરવામાં આવે છે, જેમાં યજ્ઞની સામે પંડિત દ્વારા વાંચવામાં આવેલ શ્લોક, સિંદૂર, મંડપમાં સાત ફેરા.

જ્યારે વિદેશના લોકો ભારતીય પરંપરાઓ વિશેનો વાસ્તવિક અર્થ સમજે છે, ત્યારે તેઓ ખૂબ જ આકર્ષિત થાય છે. વિદેશીઓમાં આ અંગે ઉત્સુકતા વધે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

રશિયન મહિલા સ્યામિકે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના લગ્નના ઘણા વીડિયો અને ફોટો પોસ્ટ કર્યા છે. આ વીડિયોમાં તમે જોશો કે તે જે પાર્ટનર સાથે લગ્ન કરી રહી છે તે ભારતીય પરંપરાઓ અનુસાર કરી રહી છે.

હા, સ્યામિકે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણી તસવીરો પોસ્ટ કરી છે. આટલું જ નહીં, તેણે ઘણા ફોટા અને વીડિયો પણ હાઇલાઇટ કર્યા છે. જેમાં જોઈ શકાય છે કે ભારતીય રિવાજો મુજબ
સ્યામિક દુલ્હનની જેમ તૈયાર થઇ છે. તેણે તેના હાથમાં મહેંદી લગાવી છે અને ફેરા દરમિયાન ભારતીય પરંપરાગત કપડાં પહેર્યા છે. આ લગ્નથી તે ખૂબ જ ખુશ દેખાઈ રહી છે.

સ્યામિકના ઇન્સ્ટાગ્રામ પર 16.4K ફોલોઅર્સ છે અને તે ઘણીવાર એક્ટિવ રહે છે. તે પોતાના જીવન સાથી સાથે લગ્ન કરીને ખૂબ જ ખુશ છે. મંડપમાં બેસીને તે પોતાના જીવન સાથી સાથે ખુશીથી રિવાજોનું પાલન કરી રહી છે.

આ વાયરલ વીડિયો જોયા પછી તમારા ચહેરાન પરનું સ્મિત પણ વધી જશે. વિટી વેડિંગ નામના એકાઉન્ટ દ્વારા આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ થતાં જ લોકોને તે ખૂબ ગમ્યો છે. આ વીડિયોને લગભગ 4 હજાર લોકોએ લાઈક કર્યો છે, જ્યારે તેને લગભગ એક લાખ વખત જોવામાં આવ્યો છે.

આ પણ વાંચો –

Who is Mukul Rohatgi : કોણ છે ભૂતપૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગી જે આર્યન ખાન વતી હાઇકોર્ટમાં રહેશે હાજર

આ પણ વાંચો –

Good news : બાળકો પર કારગર સાબિત થઇ રહી છે Modernaની વેક્સિન, ક્લિનકલ ટ્રાયલમાં જોવા મળ્યા પરિણામ

આ પણ વાંચો –

T20 World Cup 2021: હાર્દિક પંડ્યાનો ખેલ ખતમ ! વિરાટ અને શાસ્ત્રી આ ખેલાડીને ન્યુઝીલેન્ડ સામે તક આપવાના મૂડમાં

Next Article