ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન અવારનવાર ચર્ચામાં રહે છે. પાકિસ્તાનનું નામ અવારનવાર આતંકવાદી ગતિવિધિઓ અને ક્યારેક મદદ લેવાના બહાને નેતાઓના વિદેશ જવાના કારણે ચર્ચામાં રહે છે. હાલમાં પાકિસ્તાનમાં અનાજને લઈને છેલ્લા કેટલાક સમયથી આર્થિક કટોકટી ચાલી રહી છે. પાકિસ્તાનમાં સતત વધી રહેલી મોંઘવારીએ દેશના લોકોની હાલત કફોડી બનાવી દીધી છે.
આ પણ વાંચો : Instagram Reel : દુલ્હને પોતાના લગ્નમાં પહેર્યા કંઈક એવા ઘરેણા, તમે પણ જોઈને રહી જશો દંગ, જુઓ Video
તાજેતરમાં વાયરલ થયેલા કેટલાક વીડિયોમાં પાકિસ્તાની લોકો અનાજથી લઈને લોટ સુધીની દરેક વસ્તુ માટે એકબીજા સાથે લડતા જોવા મળ્યા છે. તે જ સમયે, સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભૂખમરાની આરે ઉભેલા પાકિસ્તાનના લોકો પૈસાની ખેતી કરતા જોવા મળે છે.
સોશિયલ મીડિયા પર ગુલામ નબી ડોગર નામના વ્યક્તિએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આવા ઘણા વીડિયો શેર કર્યા છે. જેને જોયા બાદ પાકિસ્તાનથી લઈને આખી દુનિયામાં અચરજમાં છે. વીડિયોમાં એક વ્યક્તિ જમીનની નીચે ઉગેલા મૂળા અને છોડની અંદરથી પૈસા નિકાળ તો જોવા મળે છે.
ઈન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા આ વીડિયોમાં ગુલામ નબી ખેતરમાં છોડ સાથે જોડાયેલ બાટલીઓમાંથી પૈસા કાઢતા જોવા મળે છે. જેને જોઈને બધાને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો. અન્ય એક વીડિયોમાં ગુલામ નબી શેરડીની ડાળી કાપતા જોવા મળે છે. જેની અંદરથી સિક્કા બહાર આવતા દેખાય છે. આ વીડિયોને અત્યાર સુધી ઘણી લાઈક મળી છે અને યુઝર્સે ઘણી કોમેન્ટ કરી છે.