Viral Video: યુવતીઓના ડાન્સને કારણે જમીન ફાટી, ખાડામાં પડતા તમામના હાલ થયા બેહાલ

|

Sep 26, 2022 | 10:01 PM

યુવાનો પોતાની યુવાનીના દિવસો યાદગાર બનાવવા માટે પાર્ટી, ખાણી-પીણી અને ડાન્સ કરતા હોય છે. હાલમાં એક પાર્ટીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. તે દરમિયાન જે ઘટના ઘટે છે, તેની તમે ક્યારેય કલ્પના નહીં કરી હોય.

Viral Video: યુવતીઓના ડાન્સને કારણે જમીન ફાટી, ખાડામાં પડતા તમામના હાલ થયા બેહાલ
Viral Video

Follow us on

Shocking Video: આજની દોડભાગવાળી જીંદગીમાં લોકો પોતાના પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરવાનું વધારે પસંદ કરતા હોય છે. તેના માટે ઘણા શહેરોમાં ઘરે પાર્ટી રાખવાનો ટ્રેડ છે. નાના નાના પ્રસંગો પર લોકો પાર્ટી રાખીને ઉજવણી કરતા હોય છે. યુવાન અવસ્થામાં પણ મોટાભાગના યુવાનો પોતાની યુવાનીના દિવસો યાદગાર બનાવવા માટે પાર્ટી, ખાણી-પીણી અને ડાન્સ કરતા હોય છે. હાલમાં એક પાર્ટીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. તે દરમિયાન જે ઘટના ઘટે છે, તેની તમે ક્યારેય કલ્પના નહીં કરી હોય.

આ વીડિયોમાં તમે એક પાર્ટીનો નજારો જોઈ શકાય છે. કેટલીક યુવતીઓ એક સાથે ડાન્સ કરી રહી છે. તેમના ડાન્સને કારણે એક એવી ઘટના બને છે કે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. વીડિયોમાં તમે જોઈ શકો છો કે યુવતીઓ કૂદતા કૂદતા એકબીજાના ગળે લાગીને ડાન્સ કરવા લાગે છે. તેમના ડાન્સને કારણે અચાનક જમીન ફાટે છે અને એક મોટો ખાડો પડે છે. જેમાં તે તમામ યુવતીઓ પડે છે. તે તમામ યુવતીઓ ઘાયલ થયા છે, પણ કોઈ મોટી જાનહાની નથી થતી. આજુબાજુ હાજર લોકો તેમને ખાડામાંથી કાઢવા માટે મદદ કરે છે. આ વીડિયો કઈ જગ્યાનો છે અને ક્યા સમયનો છે તે જાણવા નથી મળ્યુ, પણ આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

આ રહ્યો એ વાયરલ વીડિયો


આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ પર હંબલ ટેલર નામના એકાઉન્ટ પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયો અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ વાયરલ થયો છે. આ વીડિયોને લાખો વ્યૂઝ અને હજારો લાઈકસ મળી છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યુ છે કે, ભગવાન આવા દિવસો જીવનમાં કોઈને ન બતાવશો. બીજા એક યુઝરે લખ્યુ છે કે, તમે તો ભારે ડાન્સ કર્યો. અન્ય એક યુઝરે લખ્યુ છે કે, મારે પણ આવો જમીન ફાડ ડાન્સ શીખવો છે.

Next Article