Viral Video : શ્વાનને ફરવા લઈ ગયું ડ્રોન, યુઝર્સે કહ્યું – ટેકનોલોજીનો ગજબ ઉપયોગ કર્યો

Dog Viral Video: સોશિયલ મીડિયા પર હાલમાં શ્વાનને લગતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં ટેકનોલોજીનો ગજબનો ઉપયોગ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

Viral Video : શ્વાનને ફરવા લઈ ગયું ડ્રોન, યુઝર્સે કહ્યું - ટેકનોલોજીનો ગજબ ઉપયોગ કર્યો
Viral Video
| Edited By: | Updated on: Mar 02, 2023 | 8:45 AM

દુનિયા રોજ બદલાઈ રહી છે. ટેકનોલોજીને કારણે લોકોનું જીવન રોજ અપડેટ થઈ રહ્યું છે અને સરળ બની રહ્યું છે. સોશિયલ મીડિયા પર ટેકનોલોજીને લગતા અનેક વીડિયો વાયરલ થતા હોય છે. ફેસબુક, વોટ્સએપ જેવા અન્ય ડિજીટલ પ્લેટફોર્મ પર આવા અનેક વીડિયો વાયરલ થતા રહે છે. હાલમાં સોશિયલ મીડિયા પર ડ્રોન અને શ્વાનને લગતો એક સરસ મજાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોવા મળતા દ્રશ્યો જોઈ તમે દંગ રહી જશો.

ટેકનોલોજી અને મશીનોને કારણે માણસ વધારે તાકતવાર, હોશિયાર અને સમજદાર બની રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે એક વ્યક્તિ ડ્રોન ઉપયોગ પોતાના પાળેલા શ્વાનને બહાર ફરવા લઈ જવા અને તેની સંભાળ રાખવા માટે કરી રહ્યો છે. સામાન્ય રીતે ડ્રોનનો ઉપયોગ કોઈના પર નજર રાખવા અને કોઈ વસ્તુની ડિલવરી કરવા માટે થતો હોય છે. પણ આ વીડિયો જોયા પછી લાગી રહ્યું છે કે હવે પછી લોકો સમય બચાવવા શ્વાનને ડ્રોન સાથે જ મોકલી આપશે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ પણ વાંચો :  Viral Video : મંદિરમાં પહેલીવાર જોવા મળ્યો ‘રોબોટિક હાથી’, પૂજારીએ આ રીતે કરી પૂજા

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ટેકનોલોજીથી આપણી દુનિયા બદલાઈ રહી છે. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે,ખુબ સરસ. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, હવે માણસનો સમય બચી જશે.

આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.વાયરલ થઈ રહેલો વીડિયો ટ્વિટર પર @fasc1nate નામના એકાઉન્ટ પરથી શેયર કરવામાં આવ્યો છે. હમણા સુધી આ વીડિયોને 78 લાખ કરતા વધારે વ્યૂઝ મળ્યા છે.

આ પણ વાંચો :  Funny Viral Video : દુલ્હા-દુલ્હને કેમેરામાં કેદ કરવા ગઈ પણ નહેરમાં પટકાઈ મહિલા, યુઝર્સ હસી હસીને થયા લોટપોટ