Viral Video : ક્રેનની મદદથી ભગવાનને ચઢાવવામાં આવી રહ્યો હતો હાર, ક્રેન પડતા જ 4 લોકોના થયા મોત

|

Jan 23, 2023 | 11:54 PM

હવે તો જુદા-જુદા ધર્મોના લોકો પોતાના ધાર્મિક પ્રસંગને પણ ભવ્ય બનાવવા માટે મોટા જોખમ લઈ લેતા હોય છે. હાલમાં તમિલનાડુના મંડિયામ્મન મંદિરનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Viral Video : ક્રેનની મદદથી ભગવાનને ચઢાવવામાં આવી રહ્યો હતો હાર, ક્રેન પડતા જ 4 લોકોના થયા મોત
Viral Video
Image Credit source: Twitter

Follow us on

આધુનિક સમયમાં દરેક વ્યક્તિ પોતાના દરેક પ્રસંગને ભવ્ય બનાવવાનો પ્રયાસ કરતો હોય છે. આ કામ કરવા માટે તે ઘણી વાત પોતાની ઔકાતથી વધારે પૈસા પણ ખર્ચી કાઢતો હોય છે. હવે તો જુદા-જુદા ધર્મોના લોકો પોતાના ધાર્મિક પ્રસંગને પણ ભવ્ય બનાવવા માટે મોટા જોખમ લઈ લેતા હોય છે. હાલમાં તમિલનાડુના મંડિયામ્મન મંદિરનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ગયા રવિવારે સાંજે તમિલનાડુના અરક્કોણમ સ્થિત મંડિયામ્મન મંદિરમાં માયલરનો તહેવાર ઉજવાઈ રહ્યો હતો. આ તહેવાર દરમિયાન મંદિર પરિસરમાં ક્રેનની મદદથી ભગવાનની મુર્તિને હાર પહેરાવવામાં આવી રહ્યો હતો. ત્યારે જ ક્રેનનું નિયંત્રણ બગડતા ક્રેન જમીન પર ઉભા લોકોની ભીડ પર પડે છે. અચનાક ક્રેન પડતા જ મંદિરમાં અફરાતફરીનો મહૌલ સર્જાઈ છે. આ ઘટનામાં 4 લોકોના મૌત થયા હતા.

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, ક્રેનની ઉપરના ભાગમાં કેટલાક લોકો લટક્યા છે. તેમના હાથમાં ભગવાનને ચઢવવાનો હાર પણ જોવા મળી રહ્યો છે. તેઓ જીવના જોખમે ભગવાનને હાર પહેરાવા જઈ રહ્યાં હતા. મળતી માહિતી અનુસાર, મંદિર તરફથી ક્રેન લાવવા અંગે પોલીસને પહેલાથી કોઈ જાણકારી આપવામાં આવી ન હતી. આ ઘટનાને કારણે ક્રેનના પણ ટુકડા થઈ ગયા હતા.

આ રહ્યો એ ચોંકાવનારો વીડિયો

 

આ પણ વાંચો : Viral Video: લંડનમાં નીકળ્યો દેશી વરઘોડો, અંગ્રેજોએ વગાડયું બેન્ડ

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ખોટો દેખાડો ન કરવો જોઈએ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ભગવાનને માત્રા સાચી આસ્થા અને પ્રેમની જરુર છે, આવા કામ ન કરો. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ભગવાન તેમની આત્માને શાંતિ આપે.

Next Article