Viral Video : હોળી દરમિયાન ચાલુ બુલેટ પર કપલે કર્યું ‘ઈલુ ઈલુ’, વીડિયો થયો વાયરલ

હાલમાં આખા ભારતમાં ધામધૂમથી હોળી રમવામાં આવી હતી. હોળી પર ખુશીની સાથે સાથે અનેક જગ્યાએથી માતમ અને વિવાદના સમાચાર પણ સામે આવ્યા હતા. હાલમાં આવો જ એક વિવાદીત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દેખાતા દ્રશ્યોને કારણે આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે.

Viral Video : હોળી દરમિયાન ચાલુ બુલેટ પર કપલે કર્યું ઈલુ ઈલુ, વીડિયો થયો વાયરલ
Viral Video
| Edited By: | Updated on: Mar 09, 2023 | 7:38 PM

ભારત ધર્મ, આસ્થા, મર્યાદા અને સંસ્કારોમાં માનનારો દેશ છે. પણ છેલ્લા ઘણા સમયથી પશ્ચિમની સંસ્કૃતિના આંધળા અનુકરણને કારણે નવી પેઢીમાં સંસ્કાર, સંયમ અને સમજશક્તિનો અભાવ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ વાતની સાબિતી આપતા અનેક વીડિયો વાયરલ થતા રહે છે. હાલમાં આખા ભારતમાં ધામધૂમથી હોળી રમવામાં આવી હતી. હોળી પર ખુશીની સાથે સાથે અનેક જગ્યાએથી માતમ અને વિવાદના સમાચાર પણ સામે આવ્યા હતા. હાલમાં આવો જ એક વિવાદીત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દેખાતા દ્રશ્યોને કારણે આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક કપલ ચાલુ બુલેટ પર અશ્લિલ હરકત કરી રહ્યાં છે. યુવતી પેટ્રોલની ટાંકી પર બેસીને બાઇક સવાર યુવકને ગળે લગાવી રહી છે. લોકો આ વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે, જે ખુલ્લેઆમ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. આ વીડિયો રાજસ્થાનના જયપુરનો હોવાનો જાણવા મળ્યું છે. આ વીડિયો રાજસ્થાનની ટ્રાફિક પોલીસ સુધી પણ પહોંચ્યો છે. બુલેટના નંબર સાથે આરોપી યુવકની શોધખોળ કરવામાં આવી રહી છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ પણ વાંચો : Viral Video : નશામાં ધૂત વ્યક્તિ અને ત્રણ વાંદરાઓ વચ્ચે થઈ જોરદાર બબાલ, Video જોઈ યુઝર્સ હસી હસીને થયા લોટપોટ

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ખબર નહીં શું થઈ ગયું છે આજકાલની પેઢીને. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, કોણ છે આ લોકો? ક્યાંથી આવે છે આવા લોકો? અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, પશ્ચિમની સંસ્કૃતિના આંધળા અનુકરણને કારણે આપણી સંસ્કૃતિ અને સંસ્કાર વિસરાઈ રહ્યાં છે. આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.

આ પણ વાંચો:  Viral Video : બજારમાં ભેંસ બની અંડરટેકર, લોકોને ઉઠાવી ઉઠાવીને પછાડયા