કમર સુધીના પાણીમાં નવજાત બાળકને વાસુદેવની જેમ ટોપલીમાં ઘરે લઈને આવ્યા પિતા, Assam Floodનો આ વીડિયો જોઈ ભાવુક થયા લોકો

|

Jun 22, 2022 | 7:30 PM

હાલમાં દેશના પૂર્વીય રાજ્ય આસામમાં ભયંકર પૂર આવ્યુ છે. આ પૂર વચ્ચે એક વીડિયો વાયરલ (Viral Video) થયો છે. જેને જોઈને લોકો ભાવુક થયા છે.

કમર સુધીના પાણીમાં નવજાત બાળકને વાસુદેવની જેમ ટોપલીમાં ઘરે લઈને આવ્યા પિતા, Assam Floodનો આ વીડિયો જોઈ ભાવુક થયા લોકો
Viral Video
Image Credit source: twwiter

Follow us on

દેશનું પૂર્વીય રાજ્ય આસામ હાલમાં ભયંકર પૂરનો સામનો કરી રહ્યો છે. આસામની ભૌગોલિક સ્થિતિને કારણે ત્યાં દર વર્ષે પૂર આવે છે અને આસામની જનતાને દર વર્ષે આ સ્થિતિનો સામનો કરવો પડે છે. આસામ હાલમાં અવિરત વરસાદને કારણે પૂર જેવી ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. પૂરના કારણે 32થી વધુ જિલ્લા પ્રભાવિત થયા છે. પાણીનું સ્તર ખતરાના નિશાનથી ઉપર વધી રહ્યું છે, જેના કારણે લોકો તેમના ઘરોમાંથી વિસ્થાપિત થઈ રહ્યા. આ પૂરથી 45 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે, જ્યારે 70થી વધુ લોકોના મોત થયા છે. પૂરને કારણે અનેક લોકોની સ્થિતિ ખરાબ થઈ છે. આસામના રસ્તાઓ પર હાલમાં રેસક્યુ માટે બોટ દોડી રહી છે. આસામના પૂરના (Assam Flood) અનેક વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યા છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ (Viral video) થયો છે, જેને જોઈને લોકો ભાવુક થયા છે.

આ વીડિયો એક પિતા અને નવજાત બાળકનો છે. આસામના સિલચરમાં એક પિતા તેના નવજાત બાળકને ઘરે લાવે છે તેવો વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થયો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે સતત વરસાદના કારણે રસ્તાઓ સમુદ્રમાં ફેરવાયુ છે. લોકોની કમરથી ઉપર પણ પાણી છે અને આ પાણીમાં એક પિતા પોતાના નવજાત બાળકને ટોપલીમાં મુકીને સુરક્ષિત જગ્યાએ લઈ જવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. આ વીડિયો જોઈ તમને એ દ્રશ્યની યાદ આવશે, જેમાં વાસુદેવ નવજાત શ્રી ક્રિષ્નાને ધોધમાર વરસાદ વચ્ચે ટોપલામાં રાખી નદી પાર કરાવે છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ વાયરલ વીડિયો લોકોના દિલને સ્પર્શી ગયો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @SashankGuw નામથી શેયર કરવામાં આવ્યો છે. હાલમાં ભારતીય સેના દ્વારા રેસક્યુ ઓપરેશન ચાલી રહ્યુ છે. લોકો પોતાની રીતે પણ પૂરમાં ફસાયેલા લોકોની મદદ કરી રહ્યા છે.

Next Article