
દરેક વ્યક્તિ એવી પ્રાર્થના કરતો હોય છે કે તેના જીવનમાં તેણે કોઈ પણ દિવસ અકસ્માતનો ભોગ ના બનવું પડે. અકસ્માત વ્યકિતના હસતા રમતા પરિવારને વેરવિખેર કરી શકે છે. તેના હસતા જીવનને દુ:ખના અંધકારમાં ધકેલી શકે છે. આ અકસ્માતમાં ઘણા લોકોના શરીરના અંગો પણ કપાઈ જતા હોય છે. જે તેમને જીવનભરની વિકલાંગતા અને દુ:ખ આપતુ જાય છે. તેથી જ સરકાર દ્વારા કહેવામાં આવે છે કે ટ્રાફિક નિયમોનું પાલન કરો અને વાહન ધીમે હાંકો. સોશિયલ મીડિયા પર તમે ભયાનક અકસ્માતોના (Horrific accident) અનેક વીડિયો જોયા હશે. હાલમાં આવો જ એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોને જોઈને તમે 2-3 સેકેન્ડ માટે દંગ રહી જશો. આ વીડિયો ભારતનો જ છે. આ વીડિયો હાલમાં જોરદાર રીતે વાયરલ (Viral Video) થયો છે.
વાયરલ થઈ રહેલો આ વીડિયો કર્ણાટકના ઉડુપી જિલ્લાનો છે. જ્યાં ટોલ નાકા પર એમ્બ્યુલન્સ ખરાબ રીતે અથડાતી જોવા મળે છે. ફૂટેજ બતાવે છે કે એક ગાર્ડ ટોલ પ્લાઝામાંથી પ્રથમ બે બેરિકેડ્સને સફળતાપૂર્વક સાફ કરી રહ્યો છે અને બીજો ગાર્ડ છેલ્લી બેરિકેડ્સને હટાવવા માટે ટોલ બૂથની નજીક જઈ રહ્યો છે અને એક ગાય જે તે રસ્તામાં આવી રહી છે તેને પણ હટાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેણે છેલ્લી બેરિકેડ દૂર કરી પણ ગાયને ત્યાંથી હટાવી શકતો નથી. અંતે એમ્બ્યુલન્સ કોઈ કારણસર ભયાનક રીતે પલટી જાય છે, તેમાં બેઠેલા લોકો અને દર્દી પણ એમ્બ્યુલન્સમાંથી ફેકાઈ જાય છે અને આ એમ્બ્યુલન્સનો ડ્રાઈવર પણ આગળનો કાચ તોડીને બહાર પડે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભીના રસ્તાને કારણે તે પોતાનો કાબૂ ગુમાવી બેસે છે. હાલ સુધી 4 લોકોના મોત આ અકસ્માતમાં થઈ છે.
આ વીડિયો ટ્વિટર પર વાયરલ થયો છે. ટ્વિટર પર ANI દ્વારા આ વીડિયો શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયો જોઈને લોકો ખેરખર દંગ રહી ગયા છે. લોકો વિચારવા મજબૂર થઈ ગયા છે આવુ કઈ રીતે બને. આ અકસ્માતમાં ભૂલ કોની? આ અકસ્માતનો ભોગ બનેલા લોકોની હાલની સ્થિતી શું હશે ? આ તમામ સવાલો લોકોના મનમાં ફરી રહ્યા છે. લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે આ અકસ્માતનો ભોગ બનેલા લોકોની સ્થિતી ગંભીર ના હોય.