Viral Video : નાના બાળકને દિવા બનાવતા જોઇ આ IPS થયા ભાવુક, કીધી આ વાત

|

Oct 20, 2021 | 8:05 AM

નાનું બાળક ચાક પર સુંદર રીતે માટીના દીવા બનાવી રહ્યું છે. બાળકની કળા જોઈને લાગે છે કે તેને માટીકામ કરવાનો ઘણો અનુભવ છે. આ જ કારણ છે કે તેના દ્વારા બનાવેલા દિવા ખૂબ જ સુંદર દેખાય છે.

Viral Video : નાના બાળકને દિવા બનાવતા જોઇ આ IPS થયા ભાવુક, કીધી આ વાત
A video of a small child making a lamp goes viral on social media

Follow us on

દિવાળી (Diwali) નજીક આવતા જ કુંભારોના પૈડા ફરવા લાગ્યા છે. આવી સ્થિતિમાં બજારની સજાવટ પણ જોવા જેવી છે. કુંભારોએ મોટી સંખ્યામાં માટીના દીવા બનાવવાનું કામ શરૂ કર્યું છે. તેવામાં હાલ નાના બાળકનો એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે રમવાની ઉંમરે ચાક પર માટીના દીવા બનાવતા જોવા મળે છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં (Viral Video) તમે જોઈ શકો છો કે એક નાનું બાળક ચાક પર સુંદર રીતે માટીના દીવા બનાવી રહ્યું છે. બાળકની કળા જોઈને લાગે છે કે તેને માટીકામ કરવાનો ઘણો અનુભવ છે. આ જ કારણ છે કે તેના દ્વારા બનાવેલા દિવા ખૂબ જ સુંદર દેખાય છે. આ ભાવનાત્મક વીડિયો સોશિયલ મીડિયા પર IPS અધિકારી રૂપિન શર્માએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. જેને સમાચાર લખાય ત્યાં સુધી ચાર હજારથી વધુ વ્યૂઝ મળ્યા છે. આ સાથે, લોકો આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

લોકો સોશિયલ મીડિયા પર બાળકનો આ વીડિયો ખૂબ પસંદ કરી રહ્યા છે. એક યુઝરે ટિપ્પણી કરી અને લખ્યું, ‘આ એક ગરીબનું પેટ છે, સાહેબ, તે કઇ પણ કરાલી શકે છે, બસ બધાને તેનું ધ્યાન રહે. ત્યારે અન્ય યૂઝરે લખ્યુ કે, આ દિવાળી પર આ પ્રકારના લોકો પાસેથી અચૂક ખરીદી કરો અને તેમની દિવાળી પણ સુધારો.

 

આ પણ વાંચો –

UP Assembly Election 2022: પુર્વાંચલ અને બુંદેલખંડ બાદ Congressને પશ્ચિમ યુપીમાં ઝટકો, બે જાટ નેતાઓએ પાર્ટી છોડી

આ પણ વાંચો –

કેન્દ્ર સરકાર કર્મચારીઓને દિવાળીની ભેટ આપશે! આ કર્મચારીઓને 30 દિવસનું બોનસ મળશે, જાણો બોનસની ગણતરીની ફોર્મ્યુલા

આ પણ વાંચો –

ડીમાર્ટનો સ્ટોક 54% તૂટી શકે છે, રૂ 5900 નો શેર 2700 સુધી ગગડે તેવા બ્રોકરેજ હાઉસના અનુમાન, શું છે રોકાણકારો માટે સલાહ

Next Article