ગર્લફ્રેન્ડે સંબંધ તોડતા જ બોયફ્રેન્ડને મળ્યા 25,000 રુપિયા, જાણો હાર્ટબ્રેક ઈન્સ્યોરન્સ ફંડ વિશે

જે લોકો હાલમાં લગ્ન પહેલા કોઈ સંબંધમાં હોય જેમ કે ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ કે લિવ ઈન રિલેશનશિપ, તેમણે આ સમાચાર ખાસ વાંચવા જોઈએ. બ્રેકઅપ સંબંધિત આ ટ્વિટ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહી છે.

ગર્લફ્રેન્ડે સંબંધ તોડતા જ બોયફ્રેન્ડને મળ્યા 25,000 રુપિયા, જાણો હાર્ટબ્રેક ઈન્સ્યોરન્સ ફંડ વિશે
Heartbreak Insurance Fund
| Edited By: | Updated on: Mar 19, 2023 | 9:35 PM

સોશિયલ મીડિયા પર હાલમાં પ્રતિક આર્યન નામના એક યુવકની ટ્વિટ ભારે વાયરલ થઈ રહી છે. જેને કારણે સોશિયલ મીડિયા પર હાલમાં હાર્ટબ્રેક ઈન્સ્યોરન્સ ફંડની ચર્ચા ભારે થઈ રહી છે. નવી પેઢીમાં આ હાર્ટબ્રેક ઈન્સ્યોરન્સ ફંડ વિશે જાણાવાની જિજ્ઞાસા વધી છે. જે લોકો હાલમાં લગ્ન પહેલા કોઈ સંબંધમાં હોય જેમ કે ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ કે લિવ ઈન રિલેશનશિપ, તેમણે આ સમાચાર ખાસ વાંચવા જોઈએ. બ્રેકઅપ સંબંધિત આ ટ્વિટ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહી છે.

@Prateek_Aaryan નામના યુઝરે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, મને 25000 રૂપિયા મળ્યા કારણ કે મારી ગર્લફ્રેન્ડે મારી સાથે છેતરપિંડી કરી હતી .જ્યારે અમારો સંબંધ શરૂ થયો ત્યારે અમે સંબંધ દરમિયાન જોઈન્ટ એકાઉન્ટમાં માસિક રૂ. 500 જમા કરાવ્યા અને એક નીતિ બનાવી કે જેની સાથે છેતરપિંડી થશે તે બધા પૈસા લઈને જતો રહેશે. આ છે હાર્ટબ્રેક ઈન્સ્યોરન્સ ફંડ (એચઆઈએફ).

આ રહી એ વાયરલ ટ્વિટ

 

 

આ પણ વાંચો : Viral Video : નશામાં ધૂત વ્યક્તિ અને ત્રણ વાંદરાઓ વચ્ચે થઈ જોરદાર બબાલ, Video જોઈ યુઝર્સ હસી હસીને થયા લોટપોટ

આ વાયરલ ટ્વિટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર આટ્વિટ ભારે વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ ટ્વિટ ને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ ટ્વિટને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ ટ્વિટ પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, બાપ રે બાપ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આ તો કઈક નવુ લાવ્યા. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, જોરદાર ભાઈ જોરદાર. આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.

આ પણ વાંચો:  Viral Video : બજારમાં ભેંસ બની અંડરટેકર, લોકોને ઉઠાવી ઉઠાવીને પછાડયા