
સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ વાયરલ થયો છે જેમાં વાઘ એક માણસ પર હુમલો કરીને અને ખેંચીને લઈ જતો જોવા મળે છે. આ વીડિયો વાયરલ થયો છે, જેમાં યુઝર્સે દાવો કર્યો છે કે આ ઘટના મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના બ્રહ્મપુરીમાં ફોરેસ્ટ ગેસ્ટ હાઉસમાં બની હતી. CCTV ફૂટેજમાં તારીખ “31/10/2025” અને સમય “6:42” દર્શાવવામાં આવ્યો છે, જે એવી અટકળોને વધુ મજબૂત બનાવે છે કે તે તાજેતરનો અને વાસ્તવિક છે.
આ વીડિયો વાયરલ થયો છે, જેને 2 લાખ થી વધુ વ્યૂઝ મળ્યા છે. જ્યારે આજુબાજુમાં રહેતા લોકો આ વીડિયો જોયા પછી ભયભીત થઈ ગયા હતા, તો અન્ય લોકોને શંકા છે કે આ વીડિયો AI-જનરેટેડ છે.
सीसीटीवी रिकॉर्डिंग at ब्राह्मपुरी फारेस्ट गेस्ट हाउस. (चंद्रपुर डिस्ट्रिक) pic.twitter.com/d4SGS2Fu6N
— Himmu (@Himmu86407253) November 7, 2025
એક યુઝરે કહ્યું, “આ સંપૂર્ણપણે નકલી AI દ્વારા જનરેટ કરાયેલ છે. સોશિયલ મીડિયા પર ઘણા નકલી AI દ્વારા જનરેટ કરાયેલા વન્યજીવન વીડિયો ફરી રહ્યા છે.” બીજા યુઝરે ઉમેર્યું, “જંગલી પ્રાણી કો કભી ભી હલકે મેં નહીં લેના ચાહિયે.”
અધિકારીઓએ આ દાવાઓને ફગાવી દીધા છે. બ્રહ્મપુરીના રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) સચિન નારદે સ્પષ્ટતા કરી છે કે વાયરલ વીડિયોનો જિલ્લા સાથે કોઈ સંબંધ નથી. “આ વિડિયો બ્રહ્મપુરીનો નથી. તે ક્યાં રેકોર્ડ કરવામાં આવ્યો છે તે જાણી શકાયું નથી,” તેમણે કહ્યું.
અધિકારીઓને એવી પણ શંકા છે કે ક્લિપ AI દ્વારા જનરેટ કરાયેલ બનાવટી હોઈ શકે છે, “એવી શંકા છે કે આ વીડિયો AI દ્વારા બનાવવામાં આવ્યો હોઈ શકે છે,” સચિન નારદે ઉમેર્યું, લોકોને ખોટી માહિતી ફેલાવવા સામે ચેતવણી આપી જે વાઘ-સંભવિત વિસ્તારોમાં બિનજરૂરી ગભરાટ પેદા કરી શકે છે.
Published On - 6:12 pm, Fri, 7 November 25