Viral Video: જંગલ સફારી દરમિયાન સિંહોએ કર્યું શાહી સ્વાગત, રોમાંચક વીડિયો થયો વાયરલ

સોશિયલ મીડિયા પર જંગલ સફારી સંબંધિતનો એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક કારને સિંહોનું એક ગ્રુપ ઘેરી લે છે. આ ખતરનાક દ્રશ્યોવાળો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. તમે પણ જુઓ આ મઝેદાર વીડિયો.

Viral Video: જંગલ સફારી દરમિયાન સિંહોએ કર્યું શાહી સ્વાગત, રોમાંચક વીડિયો થયો વાયરલ
Viral thrilling video
| Edited By: | Updated on: Mar 21, 2023 | 5:47 PM

જંગલ સફારી દરેક વ્યક્તિને રોમાંચિત કરી દેતો સમય હોય છે. સોશિયલ મીડિયા પર જંગલ સફારીના અનેક વીડિયો વાયરલ થતા રહે છે. હાલમાં સોશિયલ મીડિયા પર જંગલ સફારી સંબંધિતનો એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક કારને સિંહોનું એક ગ્રુપ ઘેરી લે છે. આ ખતરનાક દ્રશ્યોવાળો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. તમે પણ જુઓ આ મઝેદાર વીડિયો.

સોશિયલ મીડિયા સાઈટ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જંગલ સફારી દરમિયાન સિંહ કારના બોનેટ પર ચઢી જાય છે અને કારમાંથી નીચે ઉતરતો નથી. આ પછી સિંહ કારના સાઈડ મિરર સાથે રમવા લાગે છે અને તેને હટાવવાનો પ્રયાસ પણ કરે છે. પછી બે સિંહો આવે છે, પ્રવાસીઓને રોમાંચથી ભરી દેતો આ વિડિયો ખૂબ જ અદભૂત છે, જેને જોયા પછી તમે જંગલ સફારી વખતે જેટલો આનંદ માણો છો તેટલો જ આનંદ માણશો.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ પણ વાંચો : Viral Video : નશામાં ધૂત વ્યક્તિ અને ત્રણ વાંદરાઓ વચ્ચે થઈ જોરદાર બબાલ, Video જોઈ યુઝર્સ હસી હસીને થયા લોટપોટ

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, મસ્ત મજેદાર વીડિયો છે આ તો. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે,  આ તો શાહી સ્વાગત કહેવાય. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, વાહ ભાઈ વાહ, હવે આ લોકો ફરી જંગલ સફારી.આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.

આ પણ વાંચો:  Viral Video : બજારમાં ભેંસ બની અંડરટેકર, લોકોને ઉઠાવી ઉઠાવીને પછાડયા