શું ભીનું કપડું બતાવશે સિલિન્ડરમાં કેટલો ગેસ બાકી છે? જાણો આ દેશી નુસખા પાછળનું સાચું રહસ્ય!

રસોઈ બનાવતી વખતે અચાનક ગેસ ખતમ થઈ જવાનો ડર દરેક ગૃહિણીને હોય છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો ધૂમ મચાવી રહ્યો છે જેમાં દાવો કરાયો છે કે માત્ર એક ભીના કપડાથી તમે જાણી શકશો કે સિલિન્ડરમાં કેટલી ગેસ છે. શું ખરેખર આ રીત કામ કરે છે કે પછી આ માત્ર એક અફવા છે? વાંચો આ ખાસ રિપોર્ટ.

શું ભીનું કપડું બતાવશે સિલિન્ડરમાં કેટલો ગેસ બાકી છે? જાણો આ દેશી નુસખા પાછળનું સાચું રહસ્ય!
Image Credit source: salve_6717 (Instagram)
| Updated on: Mar 17, 2026 | 2:40 PM

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક એવો દાવો કરવામાં આવ્યો છે જે સાંભળીને કોઈપણ નવાઈ પામી જાય. વીડિયો મુજબ, તમારે તમારા ગેસ સિલિન્ડર પર એક ભીનું કપડું ફેરવવાનું છે અને થોડીવારમાં તમને ખબર પડી જશે કે અંદર કેટલો ગેસ બાકી છે.

શું છે આ વાયરલ જુગાડ?

વાયરલ વીડિયોમાં બતાવ્યા પ્રમાણે, સૌથી પહેલા એક ભીનું કપડું લો અને તેનાથી આખા સિલિન્ડરને વ્યવસ્થિત લૂછી લો. હવે 2 મિનિટ સુધી રાહ જુઓ. વીડિયોમાં દાવો છે કે સિલિન્ડરનો જે ભાગ ખાલી હશે તે જલ્દી સુકાઈ જશે, જ્યારે જેટલા ભાગમાં ગેસ ભરેલી હશે તે ભાગ લાંબા સમય સુધી ભીનો રહેશે. એટલે કે, જે લાઈન સુધી સિલિન્ડર ભીનું રહે તેટલો ગેસ અંદર બાકી છે તેમ માનવું.

લોકોએ લીધી મજા: કોમેન્ટ્સ વાંચીને હસી પડશો

આ વીડિયો 2 કરોડથી વધુ લોકો જોઈ ચૂક્યા છે અને લોકોએ તેના પર ખૂબ જ રમુજી કોમેન્ટ્સ કરી છે:

એક યુઝરે લખ્યું કે, ગેસ કેટલો છે એ તો ખબર નહીં પડે પણ આ બહાને તમારું સિલિન્ડર એકદમ સાફ થઈ જશે! બીજા એક યુઝરે મજાક કરતા કહ્યું કે, મારી મમ્મી તો સિલિન્ડર ઊંચકીને જ કહી દે છે કે આજે ખીચડી બનશે કે નહીં.  અન્ય એક યુઝરે કટાક્ષ કર્યો કે, મેં આખો દિવસ સિલિન્ડર લૂછ્યું પણ કંઈ ખબર ના પડી.

શું આ રીત વૈજ્ઞાનિક રીતે સાચી છે?

તમને જણાવી દઈએ કે નિષ્ણાતો આ પદ્ધતિને સંપૂર્ણપણે સાચી માનતા નથી. સિલિન્ડરમાં ગેસ માપવાની આ કોઈ પ્રમાણિત કે વૈજ્ઞાનિક રીત નથી. સિલિન્ડર સુકાવાની પ્રક્રિયા ઘરના તાપમાન અને પવન પર પણ આધાર રાખે છે. તેથી, આ દેશી જુગાડ પર આંધળો વિશ્વાસ કરવો જોખમી બની શકે છે. ગેસ ચેક કરવા માટે કંપની દ્વારા આપવામાં આવેલા સાધનો અથવા વજન માપવાની રીત જ સૌથી વધુ સચોટ માનવામાં આવે છે.

સોશિયલ મીડિયા પર દેખાતી દરેક વસ્તુ સાચી હોતી નથી. ભીના કપડાવાળો આ નુસખો પ્રયોગ તરીકે જોવો ઠીક છે, પણ જ્યારે ઈમરજન્સી હોય ત્યારે તેના પર નિર્ભર રહેવા કરતા વધારાનું સિલિન્ડર રાખવું એ જ શ્રેષ્ઠ ઉપાય છે.

શું તમે પણ ફોનની બેટરી 0% થાય પછી જ ચાર્જ કરો છો? સાવધાન!