Viral Dancing Video : મંદિરની સામે ડાન્સ વીડિયો બનાવવો આ છોકરીને પડ્યો મોંઘો, બજરંગ દળ વિરોધમાં ઉતર્યુ

|

Sep 26, 2021 | 11:58 AM

વિરોધ શરૂ થયા બાદ વીડિયો બનાવનાર યુવતીનું નિવેદન પણ સામે આવ્યું છે. આરતી સાહુ કહે છે કે તે વીડિયોમાં એવું કશુ નથી કે જેનો વિરોધ થવો જોઈએ. વીડિયો સંપૂર્ણ સભ્યતા સાથે બનાવવામાં આવ્યો છે.

Viral Dancing Video : મંદિરની સામે ડાન્સ વીડિયો બનાવવો આ છોકરીને પડ્યો મોંઘો, બજરંગ દળ વિરોધમાં ઉતર્યુ
Making a dance video in front of the temple cost the girl dearly

Follow us on

સોશિયલ મીડિયામાં (Social Media) રોજ કોઇને કોઇ વીડિયો વાયરલ (Viral Video) થતા હોય છે. લોકો સોશિયલ મીડિયામાં છવાઇ જવા માટે ઘણા અવનવા પ્રયોગો કરીને તેનો વીડિયો બનાવવાનો પ્રયત્ન કરે છે. કેટલીક વાર આ માટે લોકો એવું કઇંક કરી દે છે કે તેમના માટે મુસિબત ઉભી થઇ જાય. ઘણી વાર લોકો સોશિયલ મીડિયા પર પોતાના કોન્ટેન્ટ માટે ટ્રોલ થાય છે અને ઘણી વાર ભારે વિરોધનો સામનો પણ કરે છે.

હાલમાં એક એવો જ કિસ્સો સામે આવ્યો છે. મધ્ય પ્રદેશના ઇંદોરમાં ડાન્સિંગ ગર્લનો એક વીડિયો વાયરલ થવાને બાદ તેની સામે વિરોધ નોંધાવામાં આવ્યો છે. આ વીડિયો ઇંદોરના છતરપુરનો છે. આ વીડિયોમાં છોકરી મંદિરના ગેટ સામે ડાન્સ કરતી જોવા મળી રહી છે. વીડિયો વાયરલ થયા બાદ બજરંગ દળ તેના વિરોધમાં ઉતરી આવ્યું છે. બજરંગ દળનું કહેવું છે કે જે લોકો હિન્દુ સંસ્કૃતિને બદનામ કરે છે તેમને સમાજમાં રહેવાનો કોઈ અધિકાર નથી.

આ વીડિયો છતરપુરના જનરાઈ તોરીયા મંદિરનો છે. યુવતી પણ અહીંની છે અને તેનું નામ આરતી સાહુ છે. વીડિયોમાં ‘સેકન્ડ હેન્ડ જવાની’ ગીત વાગી રહ્યું છે, જેના પર છોકરી મંદિરના ગેટ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. માહિતી અનુસાર, તે આ વીડિયો યુટ્યુબ પર અને તેના ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવામાં આવ્યો છે. આ છોકરીના લગભગ 25 લાખ ફોલોઅર્સ છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

જનરાય તોરીયા મંદિરના મહંત ભગવાનદાસ કહે છે કે ‘મે તે વીડિયો જોયો છે. આ બહુ ખોટું છે. લોકો આ પ્રકારના ડાન્સ કરીને પોતાની ઈચ્છા પૂરી કરે છે. મઠ, મંદિરો અને આશ્રમોને બદનામ ન કરવા જોઈએ. આવા લોકો સામે કાર્યવાહી થવી જોઈએ.’ સાથે જ બજરંગ દળનું કહેવું છે કે આવી છોકરીઓ સમાજને ગંદુ બનાવી રહી છે. હિન્દુ સંસ્કૃતિને બદનામ કરનારાઓને સમાજમાં રહેવાનો કોઈ અધિકાર નથી.

વીડિયો વાયરલ થયા બાદ અને વિરોધ શરૂ થયા બાદ તેને બનાવનાર યુવતીનું નિવેદન પણ સામે આવ્યું છે. આરતી સાહુ કહે છે કે તે વીડિયોમાં એવું કંઈ નથી. જેનો વિરોધ થવો જોઈએ. વીડિયો સંપૂર્ણ સભ્યતા સાથે બનાવવામાં આવ્યો છે, તેમાં કશું અશ્લીલ નથી. હું શૂટિંગ દરમિયાન સંપૂર્ણ ડ્રેસમાં હતી.

આ પણ વાંચો –

Viral Wedding Video : મંડપમાં વરરાજા પાસે સાળીઓએ માંગ્યા શુકનના રૂપિયા, વરરાજાએ આપ્યો એવો જવાબ કે વીડિયો થયો વાયરલ

આ પણ વાંચો –

RCB vs MI, IPL 2021 Match Prediction: આજે આઇપીએલમા જબરદસ્ત જંગ, રોહિત શર્મા અને વિરાટ કોહલીની ટીમ વચ્ચે જામશે ટક્કર

Next Article