
2025 Aadha Abhi Baaki Hai Rap: 2025ની વાસ્તવિકતા દર્શાવતો એક રેપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે ભારતીયો ખૂબ જ સંબંધિત છે. કારણ કે આ રેપ વિશ્વની મોટી ઘટનાઓ તેમજ ભારતને સામનો કરવી પડી રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને લખવામાં આવ્યો છે. પહેલગામ હુમલાથી લઈને અમદાવાદ વિમાન દુર્ઘટના સુધીની દરેક વસ્તુ આ રેપમાં આવરી લેવામાં આવી છે. જેને સાંભળીને લોકોના રુંવાડા ઉભા થઈ ગયા છે.
આ રેપ ‘2025 આધા અભી બાકી હૈ, બસ કર ખુદા ઇતના અભી કાફી હૈ’ સાથે સમાપ્ત થાય છે. આ જાણ્યા પછી લોકો કોમેન્ટ સેક્શનમાં પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ રેપ જોયા પછી યુઝર્સ કોમેન્ટ સેક્શનમાં પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. જ્યારે મોટાભાગના લોકો તેને રેપને બદલે લેટેસ્ટ ન્યૂઝ કહી રહ્યા છે. ઘણા યુઝર્સ કહે છે કે પહેલીવાર રેપ સાંભળીને તેમના રૂંવાટા ઉભા ગયા છે.
આ ગીતના શબ્દો 2025 ની કેટલીક મોટી અને વાયરલ ઘટનાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે. નીચે તમે આ ગીતના શબ્દો અને તેની પાછળની સ્ટોરી વાંચવા જઈ રહ્યા છો. આ ગીતના શબ્દો અને રેપ @garamkalakar દ્વારા લખવામાં આવ્યા છે. જેને ઇન્ટરનેટ પર કરોડો વ્યૂઝ મળ્યા છે.
વક્ત સે પહલે મોનસૂન દેખા (એટલે કે જૂનમાં વરસાદ જોયો)
મે મહિને મે જૂન દેખા (મે મહિનામાં જૂન જેવી ગરમી જોઈ)
સડક પે નેતા કા હનીમૂન દેખા (હાઈવેના CCTVના રેકોર્ડમાં Manohar Lal Dhaakadનો વાયરલ વીડિયો)
હનીમૂન પર દૂલ્હે કા ખૂન દેખા (સોનમ અને રાજા રઘુવંશી કેસ)
પહલગામ મેં ગોલી અંધાધુન દેખા (22 એપ્રિલ 2025માં પહલગામમાં આતંકી હુમલો)
ધર્મ પૂછ કે મારા ચુન-ચુન દેખા (હિન્દુઓ ને ધર્મ પુછીને માર્યા)
Operation Sindoor દેશ કા જનુન દેખા(ભારતે બદલો લીધો)
પાકિસ્તાન કો કિયા હમને સૂન દેખા (ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનની ખરાબ હાલત કરી)
દોગલા બેવફા સનમ દેખા (સોનમ અને રાજા રઘુવંશી કેસ)
શાદીશુદા આંખો કો નમ દેખા,
લડકો કે ચેહરો પર ગમ દેખા,
ક્યોકિ લાશ સે ભરા હમને ડ્રમ દેખા (મેરઠ ડ્રમ મર્ડર કેસ)
RCB કા ફાઈનલ મેચ દેખા (18 વર્ષમાં પહેલી વાર RCBની જીત)
ઈસકે આગે સોચા કોઈ અચ્છી ન્યૂઝ આયેગી પર… એરઈન્ડિયા કા પ્લેન ક્રેશ દેખા. 2025 આધા અભી બાકી હૈ, બસ કર ખુદા ઈતના અભી કાફી હૈ.
આવા વીડિયો અન્ય ચેટ કે એપ્સ દ્વારા વારંવાર શેર કરવામાં આવતા હોવાથી આવી ક્લિપ્સ ઝડપથી ફેલાઈ જાય છે. મોટાભાગના વાયરલ વીડિયોમાં મજા પડતી હોય છે. આવા જ વાયરલ વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.
Published On - 3:14 pm, Thu, 26 June 25