Vinayak Chaturthi : સોમવાર 14 જૂને છે વિનાયક ચતુર્થી, આ રીતે કરો વિધિ અને પૂજા

|

Jun 13, 2021 | 4:25 PM

Vinayak Chaturthi : ગણપતિ (Lord ganesh) આપણને બધી મુશ્કેલીઓથી દૂર રાખે છે. જેઠ માસના સુદ પક્ષની ચતુર્થી સોમવારએ 14 જૂનના છે. આ દિવસ વિનાયક ચતુર્થી છે

Vinayak Chaturthi : સોમવાર 14 જૂને છે વિનાયક ચતુર્થી,  આ રીતે કરો વિધિ અને પૂજા
વિનાયક ચોથના દિવસે આ રીતે કરો પૂજા

Follow us on

Vinayak Chaturthi : હિન્દી પંચાંગ મુજબ દર મહિને બે ચતુર્થી હોય છે. શુક્લ પક્ષની ચતુર્થી કે જે અમાસ પછી આવે છે તેને વિનાયક ચતુર્થી કહેવામાં આવે છે અને કૃષ્ણ પક્ષની ચતુર્થી જે પૂર્ણિમા પછી આવે છે તેને સંકટ ચતુર્થી કહેવામાં આવે છે. આ દિવસે ગણેશ ચોથના રૂપમાં પૂજા કરવામાં આવે છે. જેઠ માસના સુદ પક્ષની ચતુર્થી સોમવારએ 14 જૂનના છે.

આ દિવસ વિનાયક ચતુર્થી છે. હિન્દુ સંસ્કૃતિમાં કોઈપણ કાર્યની સફળતા માટે ગણેશની પૂજા કરવામાં આવે છે. ગણેશ પૂજા સુખ, સમૃદ્ધિ અને ખ્યાતિ આપે છે. ગણપતિ (Lord ganesh) આપણને બધી મુશ્કેલીઓથી દૂર રાખે છે.

એવું માનવામાં આવે છે કે સંપૂર્ણ વિધિ સાથે ભગવાન ગણપતિની પૂજા કરવાથી વ્યક્તિની બધી મનોકામના પૂર્ણ થાય છે, સુખ-સમૃદ્ધિ વધે છે અને ખ્યાતિ પણ પ્રાપ્ત થાય છે. ભગવાન ગણેશને મોદક ખૂબ જ પ્રિય છે, તેથી ગણેશ ચતુર્થીના આ શુભ દિવસે તેમણે મોદકનો પ્રસાદ ધરાવવો જ જોઇએ. આ પ્રસાદ સ્વરૂપે લોકોમાં વહેંચવો જોઈએ.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

વિનાયક ચતુર્થી પર પૂજા કરતા પહેલા આ સામગ્રી એકત્રિત કરવી જોઈએ. આ માટે પૂજા માટે લાકડાનો પાટલો, લાલ કાપડ, ગણેશ મૂર્તિ, કળશ, પંચામૃત, રોલી, અક્ષત, ગંગાજલ, એલચી, લવિંગ, નાળિયેર, સોપારી, પંચમેવા, ઘી, મોદક અને કપૂર જોઈશે. વિનાયક ચતુર્થીની પૂજા ભગવાનના આશીર્વાદ અને ઇચ્છિત પરિણામો મળી શકે છે.

ભગવાન ગણેશની પૂજા કરતા પહેલા સ્નાન કરીને પવિત્ર આસન પર બેસવું જોઈએ. બજારમાંથી લાવેલી બધી સામગ્રી એકઠી કર્યા પછી જ પૂજા શરૂ કરવી જોઈએ. આ સિવાય ગણેશજીને દુર્વા પણ ખૂબ જ પ્રિય છે, તો દુર્વાને સારી રીતે ધોઈને ભગવાન ગણેશને અર્પણ કરવી જોઈએ.

ભગવાન ગણેશની આરાધના કર્યા પછી તેનું ધ્યાન ધરી બાદમાં આરતી કરો. આ દરમિયાન તમારે તમારું મન સાત્ત્વિક અને સંપૂર્ણ રીતે ખુશ રાખવું જોઈએ. પૂજા પુરી થયા પછી બધા દેવી-દેવતાઓનું સ્મરણ કરો. આ પછી દરેકને પ્રસાદ વહેંચો.

Disclaimer :  અહીં આપેલ જાણકારી ધાર્મિક આસ્થા અને લોકવાયકા પર આધારિત છે. તેનું વૈજ્ઞાનિક કારણ નથી. )

Next Article