Viral: કાર ધોઈ રહેલા ચિંપાન્ઝીનો Video વાયરલ, લોકોએ કહ્યું ‘આવી હોય છે ફ્રી માં કાર વોશિંગ’

ચિમ્પાન્ઝીને બુદ્ધિશાળી પ્રાણીઓ માનવામાં આવે છે જે મનુષ્યની જેમ પ્રતિક્રિયા આપે છે. ભૂતકાળમાં તેના બાળકો સાથે રમતા અને માણસોની જેમ કપડાં ધોવાના ઘણા વીડિયો વાયરલ થયા છે.

Viral: કાર ધોઈ રહેલા ચિંપાન્ઝીનો Video વાયરલ, લોકોએ કહ્યું આવી હોય છે ફ્રી માં કાર વોશિંગ
Chimpanzee Funny Video
| Edited By: | Updated on: Dec 11, 2021 | 1:38 PM

ફેસબુકથી લઈને ઈન્સ્ટાગ્રામ (Instagram) અને ટ્વિટર સુધી, ઘણા બધા રમુજી વીડિયો છે અને આ એવા સોશિયલ મીડિયા (Social Media)પ્લેટફોર્મ છે જેનો લોકો દરરોજ ઉપયોગ કરે છે. જાનવરો સાથે જોડાયેલા ઘણા ફની (Chimpanzee Funny Video)વીડિયો તમને જોવા મળશે, પરંતુ ક્યારેક આવા વીડિયો પણ જોવા મળે છે, જે આશ્ચર્યજનક હોય છે.

આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ (Viral Videos)થઈ રહ્યો છે, જેમાં બે ચિમ્પાન્ઝી અનોખું કામ કરતા જોવા મળે છે.વીડિયોમાં તમે જોઈ શકો છો કે ચિમ્પાન્ઝી કાળા રંગની કારની ટોચ પર ચડી કાચને ઘસીને સાફ કરી રહ્યા છે. તેમને જોઈને એવું લાગે છે કે તેઓ કોઈ પ્રોફેશનલ છે. બંને ચિમ્પાન્ઝીના હાથમાં કાર સાફ કરવાના (chimpanzee washing car) કપડાં પણ છે. તમે માણસોને કાર ધોતા અને સાફ કરતા જોયા જ હશે, પરંતુ ચિમ્પાન્ઝીને આવું કરતા જોઈને ખૂબ જ આશ્ચર્ય થાય છે.

સોશિયલ મીડિયા પર દરરોજ કેટલાક વીડિયો વાયરલ થાય છે અને ઘણા વીડિયો દિલને સ્પર્શી જાય છે. જોકે સામાન્ય રીતે મોટાભાગના લોકોને ફની વીડિયો ગમે છે, કારણ કે તે તમને હસાવશે, ત્યારે હસવું સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે. ડોક્ટરો પણ કહે છે કે હસવાથી તણાવ ઓછો થાય છે.

ચિમ્પાન્ઝીને બુદ્ધિશાળી પ્રાણીઓ માનવામાં આવે છે જે મનુષ્યની જેમ પ્રતિક્રિયા આપે છે. બાળકો સાથે રમતા અને માણસોની જેમ કપડાં ધોતા તેના ઘણા વીડિયો વાયરલ થયા છે અને લોકો તેના વીડિયોને ખૂબ પસંદ પણ કરે છે.

હાલમાં વાયરલ થઈ રહેલો એક ચિમ્પાન્ઝીનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર wildsplanet નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 9 લાખ 96 હજાર વ્યૂઝ મળ્યા છે, જ્યારે વીડિયોને 39 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

ઘણા લોકોએ વીડિયો જોયા પછી ફની કમેન્ટ્સ પણ કરી છે. જ્યાં એક યુઝરે લખ્યું છે, ‘ફ્રી કાર વોશિંગ’, તો બીજા યુઝરે લખ્યું છે, ‘ઘરમાં સૌથી ખતરનાક પ્રાણી’. આ સિવાય અન્ય એક યુઝરે લખ્યું છે, ‘ફ્રી લેબર’, જ્યારે અન્ય એક યુઝરે લખ્યું છે કે, ‘તેને કાર વોશર પર કામ કરવા રાખવાની જરૂર છે’.

આ પણ વાંચો: Rajkot: ધોરાજી પંથકના ખેડૂતોની એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ, પાકમાં રોગના ઉપદ્રવથી ધરતીપુત્રો ચિંતિત

આ પણ વાંચો: Crime: અસામાજીક તત્વોએ કિશોરીઓ પર વરસાવ્યો લાઠીઓનો વરસાદ, વીડિયો થયો વાયરલ