Gandhi Jayanti 2023 : જર્મન સિંગરે ગાયું મહાત્મા ગાંધીનું ફેવરિટ ભજન, PM મોદીએ કર્યું શેર, જુઓ Video

|

Oct 02, 2023 | 5:54 PM

જર્મન સિંગર કૈસમીએ મહાત્મા ગાંધીનું સૌથી પ્રિય ગીત ગાયું અને શેર કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર શેર કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે ગાંધીજીના વિચારો વિશ્વભરના લોકો સાથે તાલ મિલાવશે.  મહત્વનુ છે કે કૈસમીએ ઘણી ભાષાઓમાં ભારતીય ગીતો ગાયા છે.

Gandhi Jayanti 2023 : જર્મન સિંગરે ગાયું મહાત્મા ગાંધીનું ફેવરિટ ભજન, PM મોદીએ કર્યું શેર, જુઓ Video

Follow us on

આજે સમગ્ર દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને તેમની જન્મજયંતિ પર પોતાની રીતે વ્યક્ત કરી રહ્યો છે. આ પ્રસંગે જર્મન સિંગર કાસમીએ મહાત્મા ગાંધીનું સૌથી પ્રિય ગીત ગાયું અને શેર કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયો PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર પોસ્ટ કર્યો છે, જેને ઈન્સ્ટાગ્રામ પર સ્પિટમેને પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં તેમણે કહ્યું હતું કે, “ગાંધીજીના વિચારો દુનિયાભરના લોકો સાથે જોડાય છે!”

મન કી બાતમાં કર્યો ઉલ્લેખ

ગત મહિને PM મોદીએ પોતાના મન કી બાત કાર્યક્રમમાં પણ તેમણે ભારતીય સંગીત અને સંસ્કૃતિ પ્રત્યેના તેમના જુસ્સા માટે સ્પિટમેનની પ્રશંસા કરી હતી. રાષ્ટ્રને પોતાના સંબોધનમાં મોદીએ કહ્યું, “ભારતીય સંસ્કૃતિ અને ભારતીય સંગીત હવે વૈશ્વિક છે. વિશ્વભરમાં વધુને વધુ લોકો તેમની તરફ આકર્ષિત થઈ રહ્યા છે.” આ કાર્યક્રમ દરમિયાન તેઓએ સ્પિટમેન દ્વારા ગાયેલું એક ભારતીય ગીત પણ વગાડ્યું હતું.

સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી

રવિવારે વીડિયો શેર કરતાં સ્પિટમેને લખ્યું, “આવતીકાલે ગાંધી જયંતિ છે અને મેં ગાંધીજીના મનપસંદ ભજનની ઘણી પ્રેક્ટિસ કરી છે જેથી ગાંધીજીના વિચાર સાથે લોકોને જોડી શકાય.”

આ પણ વાંચો :  મહાત્મા ગાંધીના પૌત્ર-પૌત્રીઓએ વિદેશમાં નામ કમાવ્યું, જાણો તેમના સમગ્ર પરિવાર વિશે

દેશ 154મી જન્મજયંતિ ઉજવી રહ્યો છે

દર વર્ષે 2 ઓક્ટોબરે મહાત્મા ગાંધીની જન્મજયંતિ ઉજવવામાં આવે છે. મહાત્મા ગાંધીના અહિંસા અને સહિષ્ણુતાના મૂલ્યોનું સન્માન કરવા માટે આ દિવસને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ 154મી ગાંધી જયંતિ છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article