Viral: માટી, પ્લાસ્ટિક અને ટીનથી યુવકોએ બનાવી શાનદાર Bugatti કાર, લોકોએ કહ્યું ‘વાહ શું ટેલેન્ટ છે’

|

Feb 10, 2022 | 7:21 AM

આ અદભૂત વીડિયો IPS ઓફિસર દીપાંશુ કાબરાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે, 'કરોડોની કિંમતની બુગાટી ખરીદવાની શું જરૂર છે, જ્યારે તમારી પાસે અબજોની ક્રિએટિવિટી અને કુશળતા છે!'.

Viral: માટી, પ્લાસ્ટિક અને ટીનથી યુવકોએ બનાવી શાનદાર Bugatti કાર, લોકોએ કહ્યું વાહ શું ટેલેન્ટ છે
Using clay plastic and tin Youths made a car (Viral Video Image)

Follow us on

આજના સમયમાં કંઈક અલગ, કંઈક નવું કરવાની ઈચ્છા જ લોકોને જીવનમાં આગળ લઈ જાય છે. આજની દુનિયા ક્રિએટિવ બની ગઈ છે અને ક્રિએટીવિટી જ જીવનમાં ઉત્સાહ બનાવી રાખે છે. તમે આવા ઘણા લોકો વિશે સાંભળ્યું હશે, જેઓ પોતાની ક્રિએટિવિટીથી દુનિયાભરના લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ (Viral Video)થઈ રહ્યો છે, જેમાં કેટલાક યુવકો પોતાની ક્રિએટિવિટીનું શાનદાર ઉદાહરણ રજૂ કરી રહ્યા છે. તેની ક્રિએટિવિટી જોઈને મોટા કલાકારો પણ આશ્ચર્યચકિત થઈ જશે.

જો કે, સોશિયલ મીડિયા પર અવારનવાર ઘણા પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે, જેમાંથી કેટલાક તમને હસાવશે અને કેટલાક તમને ઈમોશનલ કરે છે તો કેટલાક ખૂબ જ આશ્ચર્યચકિત કરી દે તેવા હોય છે. આ વીડિયો પણ કંઈક એવો જ છે, જેને જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

વાસ્તવમાં, આ વીડિયોમાં કેટલાક યુવકોએ માટી, પ્લાસ્ટિક અને ટીનનો ઉપયોગ કરીને અને પોતાની ક્રિએટિવિટીનો ઉપયોગ કરીને એક શાનદાર કાર બનાવી છે, જે બુગાટી કાર જેવી લાગે છે. આ કારને જોયા પછી, અસલી અને નકલી વચ્ચેનો તફાવત કરવો પણ મુશ્કેલ છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે યુવકો એક જગ્યાએથી માટી લાવે છે અને તેનો ઉપયોગ કાર બનાવવા માટે કરે છે. આ સિવાય તેણે પ્લાસ્ટિક અને ટીનનો પણ ઉપયોગ કર્યો છે. યુવકોએ ક્યાંકથી એક કારના એન્જિનને જુગાડ કરીને પછી ક્રિએટીવિટીનો એવો નમૂનો બતાવ્યો કે દુનિયા જોતી જ રહી ગઈ. જ્યારે કાર રસ્તા પર આવી ત્યારે જોનારાઓ અચંબામાં પડી ગયા હતા.

આ અદભૂત વીડિયો IPS ઓફિસર દીપાંશુ કાબરાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે, ‘કરોડોની કિંમતની બુગાટી ખરીદવાની શું જરૂર છે, જ્યારે તમારી પાસે અબજોની ક્રિએટિવિટી અને કુશળતા છે!’. આ બિલકુલ યોગ્ય છે. જો કોઈ વ્યક્તિ ક્રિએટીવ હોય તો તેના માટે કાર શું છે, તે હેલિકોપ્ટર પણ બનાવી શકે છે અને લોકોએ તેને બનાવ્યું પણ છે.

2 મિનિટ 19 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 27 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે સેંકડો લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. ત્યારે ઘણા લોકોએ આ વીડિયોને જોયા બાદ શાનદાર કમેન્ટ્સ પણ કરી છે.

આ પણ વાંચો: Viral: હવે કિલી પોલે હૃતિક રોશનના આ ગીત પર કર્યું લિપસિંક, આયુષ્માન ખુરાનાએ આ રીતે કર્યું રિએક્ટ

આ પણ વાંચો: આ Viral વીડિયો જોઈ તમે પણ કહેશો ‘પુસ્તકના કવરને જોઈને તેને જજ ન કરવું’

Next Article