Video : જંગલમાં રીંછે દેખાડી કમાલની ફૂટબોલ સ્કિલ ! વિડીયો જોઈને તમે પણ કહેશો ” યે તો ખેલાડી હૈ”

સોશિયલ મીડિયા પર ઘણી વખત પ્રાણીઓના અનોખા વીડિયો (Animal video)ચર્ચામાં રહેતા હોય છે, ત્યારે તાજેતરમાં આવો જ એક રીંછનો વીડિયો ઈન્ટરનેટ પર છવાયો છે.

Video : જંગલમાં રીંછે દેખાડી કમાલની ફૂટબોલ સ્કિલ !  વિડીયો જોઈને તમે પણ કહેશો  યે તો ખેલાડી હૈ
Two wild bears playing football video goes viral
| Edited By: | Updated on: Sep 14, 2021 | 3:14 PM

Trending Video: સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાક પ્રાણીઓના વીડિયો વાયરલ થતા જોવા મળે છે, જેમાં કેટલાક વીડિયો એવા હોય છે, જેમાં પ્રાણીઓની હરકત જોઈને ખુબ હસવુ આવે છે.જ્યારે કેટલાક વીડિયો (Video) એવા હોય છે, જે જોઈને આશ્વર્ય પણ થતુ હોય છે, ત્યારે તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં રીંછ ફૂટબોલ રમતો જોવા મળી રહ્યો છે.

રીંછે દેખાડી કમાલની ફૂટબોલ સ્કિલ

તાજેતરમાં એક રીંછનો વીડિયો ઈન્ટરનેટ પર ચર્ચાનો વિષય બન્યો છે.વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં બે રીંછ ફૂટબોલ રમતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર થયા ખુબ વાયરલ થઈ રહ્યો છે.તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા (Social Media)પર સુફિયા નામના ટ્વિટર એકાઉન્ટ(Twitter Account)  પરથી શેર કરવામાં આવ્યો હતો.આ રીંછના વીડિયોને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે.

જુઓ વીડિયો

લોકોએ આપી કંઈક આવી પ્રતિક્રિયા

આ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ થતાં જ લોકોએ પણ પોતાની પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું. જેમાંએક યુઝર્સ લખ્યુ કે,” આ વિડીયો ખરેખર અદભૂત છે.” જ્યારે અન્ય એક યુઝર્સ લખ્યુ કે, “રીંછને ફૂટબોલ (Football) રમતા જોઈને દિવસ બની ગયો.”ઉપરાંત વધુ એક યુઝર્સ લખ્યુ કે, ફૂટબોલ કેવી રીતે રમવું તે રીંછ સારી રીતે જાણે છે. આ વીડિયો હાલ ઈન્ટરનેટ જગતમાં ભારે ચર્ચામાં છે.

 

આ પણ વાંચો: નાળિયેરના પાંદડામાંથી બનાવવામાં આવી 31 ફૂટ ઉંચી ગણેશની મૂર્તિ ! બાપ્પાની અનોખી મુર્તિ બની આકર્ષણનું કેન્દ્ર

આ પણ વાંચો: લો બોલો, હવે ફિલ્મ જોવાના પણ પૈસા મળશે ! આ કંપની 13 હોરર ફિલ્મો જોનારને આપશે 95,000 રૂપિયા