
ઓસ્ટ્રેલિયાના વિયેનાથી જર્મનીના મ્યૂનિક વચ્ચે ફ્લાઈટ ઉડાવનાર પાયલટ મૈટિસે એક પ્લેનના લેન્ડિંગ સમયે એક વીડિયો રેકોર્ડ કર્યો હતો. જે લોકોએ પહેલા ક્યારેય જોયો ન હતો. પ્લેન આકાશથી થઈ વાદળો વચ્ચે થઈ રન વે પર લેન્ડિંગ કરે છે. આ નજારો જોનારને અદ્દભૂત લાગી રહ્યો છે. સામાન્ય રીતે એરલાઈનના પાયલટ પોતાના કોકપિટથી ખુબ ઓછા વીડિયો બનાવતા હોય છે.
પાયલટ મૈટિસ હંમેશા ફ્લાઈટના કોકપિટથી એવા નજારા કેદ કરે છે. જે ખુબ અલગ હોય છે. હાલમાં એક પાયલટે પાયલટ વિન્ડોથી અદ્દભૂત નજારો શેર કર્યો છે. જેમાં પ્લેન,આકાશ અને વાદળો વચ્ચેથી પસાર થાય છે. જ્યારે ફ્લાઈટ વાદળો વચ્ચેથી પસાર થાય છે. તો વિઝિબિલીટી ઝીરો થઈ જાય છે. સામે બધું જ ધુંધળુ દેખાય છે.
વાદળોને પાર કરવું પાયલટ માટે કોઈ પડકારથી ઓછું નથી. જ્યારે ફ્લાઈટ ઉંચાઈ પરથી નીચે આવે છે અને વાદળો વચ્ચેથી પસાર થાય છે. તો અહીનો નજારો સ્વર્ગથી ઓછો હોતો નથી. સફેદ વાદળો વચ્ચેથી આ નજરો જોતા રહી જાવ તેવો છે. જ્યારે ફ્લાઈટના કોકપિટ વાળી વિંડોથી નીચે હરિયાળી જોવા મળે છે.
મુશ્કેલ લેન્ડિંગ પછી પાયલટ જ્યારે રનવે પર પ્લેન ઉતારે છે. ત્યારે તે કંટ્રોલમાં હોય છે. રનવે પર પ્લેન ઉતર્યા પછી સાવધાની સાથે ટર્ન લે છે. ફ્લાઇટ દરમિયાન આ ક્ષણે મુસાફરોને કહેવામાં આવે છે કે ,તેઓ તેમના સીટબેલ્ટ ન ખોલે, કારણ કે ટર્બુલેન્સ શક્ય છે. તેના બદલે સીટબેલ્ટ બાંધી રાખો.
પાયલટ મૈટિસે જે દેખાડ્યું ત્યારબાદ પેસેન્જર સુરક્ષિત રીતે ઘરે પહોંચાડ્યા બાદ પાયલટનો આભાર માની રહ્યા છે. પરંતુ ઝીરો વિઝિબિલિટી જોઈ ડરી ગયા હતા. એક યુઝરે લખ્યું અદ્ગભૂત નજારો. આને હેન્ડલ કરવું ખરેખર અધળું છે. જે ટ્રેનિંગ શીખવાડતું નથી.