Trending Video : ટ્રેનમાં 2 કલાક ભીખ માંગીને યુવાનોએ કર્યો લાખોની કમાણીનો દાવો ! જુઓ Video

ટ્રેનમાં ભીખ માંગીને બે યુવાનોએ માત્ર બે કલાકમાં જ 6,200 રૂપિયા કમાયાનો દાવો કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોએ લોકોમાં ચર્ચા અને સવાલો ઉભા કર્યા છે.

Trending Video : ટ્રેનમાં 2 કલાક ભીખ માંગીને યુવાનોએ કર્યો લાખોની કમાણીનો દાવો ! જુઓ Video
Trending Video Train Begging
Image Credit source: AI Generated
| Updated on: Aug 01, 2026 | 1:40 PM

ભારતીય રેલવે ટ્રેનમાં ભીખ માંગીને બે યુવાનોએ માત્ર બે કલાકમાં જ 6,200 રૂપિયા કમાયાનો દાવો કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તેમાં, બે યુવાનો દાવો કરે છે કે તેમણે ટ્રેનમાં ભીખ માંગીને કેટલા પૈસા કમાઈ શકે છે તે જોવાનો પ્રયાસ કર્યો. વીડિયો બતાવે છે કે તેઓએ માત્ર બે કલાકમાં જ એકસાથે 6,200 રૂપિયા ભેગા કર્યા. આ દાવો હવે ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બન્યો છે. કેટલાક લોકો આ રકમથી આશ્ચર્યચકિત છે. જ્યારે અન્ય લોકો તેની સત્યતા પર સવાલ ઉઠાવી રહ્યા છે.

ભિખારીઓની જેમ ટ્રેનમાં મુસાફરો પાસેથી પૈસા માંગવા લાગ્યા

વીડિયો અનુસાર, બે યુવાનો સામાન્ય ભિખારીઓની જેમ ટ્રેનમાં મુસાફરો પાસે ગયા અને મદદના નામે પૈસા માંગવા લાગ્યા. એવો દાવો કરવામાં આવ્યો હતો કે મુસાફરોએ તેમને પ્રશ્નો પૂછ્યા વિના પૈસા આપ્યા અને બે કલાકમાં જ તેમની કુલ કમાણી ₹6,200 સુધી પહોંચી ગઈ. ત્યારબાદ વીડિયોમાં બીજો એક દાવો કરવામાં આવ્યો જો કોઈ વ્યક્તિ દિવસમાં માત્ર બે કલાક ભીખ માંગે, તો તેની માસિક કમાણી આશરે ₹1.9 લાખ સુધી પહોંચી શકે છે.

દિવ્યાંગ હોવાનો દેખાવ કર્યો

વીડિયોમાં એવું પણ બતાવવામાં આવ્યું છે કે બંનેમાંથી એક યુવકે પોતાને દિવ્યાંગ હોવાનું દર્શાવવાનો પ્રયાસ કર્યો. તે લંગડાતો ચાલતો જોવા મળ્યો અને લોકો પાસે પૈસા માંગતો દેખાય છે. બીજી તરફ તેનો સાથી પણ મુસાફરોને મદદ કરવા અપીલ કરતો જોવા મળી રહ્યો છે. બે કલાક બાદ બંનેએ પોતાની પાસે એકત્ર થયેલા પૈસા ગણ્યા. ત્યારે તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. વીડિયોના દાવા મુજબ બંનેએ મળીને કુલ ₹6,200 ભેગા કર્યા હતા

દાવાની સચ્ચાઈ અંગે સવાલ

વીડિયો બનાવનારાઓએ દાવો કર્યો છે કે જે વ્યક્તિ વધુ જરૂરિયાતમંદ અથવા દિવ્યાંગ દેખાય છે તેને લોકો વધુ પૈસા આપે છે. જોકે આ વીડિયો સંપૂર્ણપણે સાચો છે કે માત્ર મનોરંજન અથવા સોશિયલ મીડિયા કન્ટેન્ટ માટે બનાવવામાં આવ્યો છે તેની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ વીડિયો અંગે સોશિયલ મીડિયા પર લોકોના મત અલગ-અલગ છે. કેટલાક લોકો એક્સપેરિમેન્ટ તરીખે ગણાવી રહ્યા છે. જ્યારે અન્ય લોકોનું કહેવું છે કે માત્ર બે કલાકમાં એટલી મોટી રકમ એકત્ર કરવી શક્ય નથી. ઘણા યુઝર્સે વીડિયોને સ્ક્રિપ્ટેડ ગણાવ્યો છે. પુરાવા વગર આવા દાવાઓ પર વિશ્વાસ ન કરવાની સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો, Trending Video : જાપાનમાં ભૂકંપ પહેલાં બિલાડીની અજીબ હરકત કેમેરામાં થઈ કેદ, વીડિયો થયો વાયરલ

Follow Us
Loading...
Unable to load recommendations.