Trending Video : ₹850 ના લીંબુ અને ₹300 ની કાકડી, શાકભાજીના ભાવની સરખામણી કરી ભારતીયે ઉઠાવ્યો ગંભીર મુદ્દો !

નોર્વેમાં શાકભાજીના ઊંચા ભાવની ભારત સાથે સરખામણી કરતાં એક ભારતીય વ્યક્તિએ ખેડૂતોને મળતા ભાવ અંગે સવાલ ઉઠાવ્યો છે. આ મુદ્દે સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ છે. આ વીડિયો X પર શેર કરવામાં આવ્યો છે.

Trending Video : ₹850 ના લીંબુ અને ₹300 ની કાકડી, શાકભાજીના ભાવની સરખામણી કરી ભારતીયે ઉઠાવ્યો ગંભીર મુદ્દો !
Norway Vegetables Price
Image Credit source: X | @turiyatman
| Updated on: Oct 01, 2026 | 12:35 PM

નોર્વેમાં રહેતા એક ભારતીય વ્યક્તિએ ત્યાં શાકભાજીના ભાવનો વીડિયો શેર કરીને ભારત અને નોર્વે વચ્ચે કરિયાણાની વસ્તુઓની કિંમતમાં રહેલો તફાવત દર્શાવ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વિનોદ નામના આ વ્યક્તિએ કેટલીક શાકભાજીના ભાવ જણાવ્યા અને તેમની સરખામણી ભારતના મોટા શહેરોમાં મળતા ભાવ સાથે કરી. જોકે, તેની પોસ્ટ માત્ર મોંઘી શાકભાજી પૂરતી મર્યાદિત રહી નહોતી. તે આ તફાવતના આધારે ભારતમાં ખેડૂતોને મળતા ભાવ અંગે પણ સવાલ ઉઠાવ્યો છે.

વિનોદે પોતાની પોસ્ટમાં નોર્વેની એક દુકાનમાં શાકભાજીના ભાવ દર્શાવ્યા હતા. તે લખ્યું કે નોર્વેમાં ઘણા વર્ષોથી રહેવા છતાં જ્યારે પણ તેઓ દુકાન પર જાય છે ત્યારે ત્યાંના ભાવ જોઈને તેમને હજુ પણ આશ્ચર્ય થાય છે. તે જણાવ્યું કે નોર્વેમાં ઓર્ગેનિક લીંબુનો ભાવ આશરે ₹850 પ્રતિ કિલો, ટામેટાનો ભાવ લગભગ ₹680 પ્રતિ કિલો અને કાકડીનો ભાવ લગભગ ₹300 પ્રતિ નંગ છે.

શું આપણે ખેડૂતોને યોગ્ય ભાવ આપી રહ્યા છે?

ત્યારબાદ તે ભારતના મોટા શહેરોમાં મળતા ભાવ સાથે તેની સરખામણી કરી. તેના જણાવ્યા અનુસાર, ભારતમાં લીંબુ સામાન્ય રીતે આશરે ₹90થી ₹110 પ્રતિ કિલો, ટામેટા ₹60થી ₹80 પ્રતિ કિલો અને કાકડી ₹20થી ₹30 પ્રતિ નંગની આસપાસ મળે છે. જોકે, ભાવ ગુણવત્તા અને સ્થળ પ્રમાણે અલગ-અલગ હોઈ શકે છે.

વિનોદે લખ્યું કે ભારતમાં આ શાકભાજીના ભાવ નોર્વેની સરખામણીમાં અનેક ગણા ઓછા છે. પરંતુ તે આ સાથે એક મોટો સવાલ પણ જોડ્યો. તેનું કહેવું હતું કે જો ભારતમાં શાકભાજી આટલી સસ્તી છે, તો શું તેનો લાભ ખરેખર ખેડૂતો સુધી પહોંચે છે?

નોર્વેની અર્થવ્યવસ્થા મોંઘી

તે લખ્યું કે આ માત્ર નોર્વેની મોંઘી અર્થવ્યવસ્થા, ત્યાંના પગાર અથવા આયાત સાથે જોડાયેલી વાત નથી. શાકભાજીના ભાવ જોઈને તેના મનમાં સવાલ ઊભો થયો કે શું ભારતમાં ખેડૂતોને તેમની મહેનત પ્રમાણે યોગ્ય ભાવ મળી રહ્યો છે કે નહીં? તેણે લોકો પાસે સવાલ કર્યો કે ક્યાંક એવું તો નથી ને કે આપણે ખેડૂતોને તેમની ઉપજનો યોગ્ય ભાવ આપવામાં નિષ્ફળ જઈ રહ્યા છે?

ખેડૂતોને ઓછો ભાવ મળવા પાછળ કોણ જવાબદાર

વિનોદની પોસ્ટ પર લોકોની અલગ-અલગ કમેન્ટ્સ જોવા મળી છે. કેટલાક યુઝર્સે ખેડૂતોને ઓછો ભાવ મળવા પાછળ વચેટિયાઓ અને બજાર વ્યવસ્થાને જવાબદાર ગણાવી છે. એક યુઝરે કહ્યું કે શહેરોમાં લોકો પોતાની આવક પ્રમાણે મોંઘો ખોરાક ખરીદે છે. પરંતુ ખેડૂતોને યોગ્ય ચુકવણી મળતી નથી અને વચ્ચેની કડીમાં રહેલા લોકો વધુ કમાણી કરે છે.

અન્ય એક યુઝરે કહ્યું કે કોઈપણ વસ્તુની કિંમત માંગ અને પુરવઠા પર આધારિત હોય છે. તેના અનુસાર, જ્યારે મોટી વસ્તી ખેતી પર નિર્ભર હોય ત્યારે દરેક ખેડૂત માટે સારી આવક સુનિશ્ચિત કરવી સરળ નથી. બીજી તરફ, કેટલાક લોકોએ ભારત અને નોર્વેની સીધી સરખામણીને યોગ્ય ગણાવી નહોતી. એક યુઝરે કહ્યું કે યુરોપમાં ખેતી અને ખાદ્ય ક્ષેત્ર પર ઘણા નિયમો લાગુ પડે છે. તેથી બંને દેશોની પરિસ્થિતિ એકસરખી નથી.

જુઓ Video

આ પણ વાંચો, Trending Video : દુબઈની લક્ઝરી લાઈફ પાછળનું કડવું સત્ય, નાના ડબ્બા જેવા રૂમનું ભાડું ₹45,000 ! ભારતીય મહિલાનો વીડિયો વાયરલ

 

Follow Us
Loading...
Unable to load recommendations.