AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video : દુબઈની લક્ઝરી લાઈફ પાછળનું કડવું સત્ય, નાના ડબ્બા જેવા રૂમનું ભાડું ₹45,000 ! ભારતીય મહિલાનો વીડિયો વાયરલ

દુબઈમાં રહેતી એક ભારતીય મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેણે ખુલાસો કર્યો છે કે તે એક નાના રૂમ માટે 45,000 રૂપિયા ભાડું ચૂકવે છે.

Trending Video : દુબઈની લક્ઝરી લાઈફ પાછળનું કડવું સત્ય, નાના ડબ્બા જેવા રૂમનું ભાડું ₹45,000 ! ભારતીય મહિલાનો વીડિયો વાયરલ
Dubai Cost of LivingImage Credit source: Instagram/@sakshi_indubai
| Updated on: Sep 30, 2026 | 10:11 AM
Share

દુબઈનું નામ સાંભળતા જ ચમક-ધમક, આલીશાન ગગનચુંબી ઇમારતો અને લક્ઝરી લાઇફસ્ટાઇલ આંખો સામે આવી જાય છે. પરંતુ આ ચમકદાર દુનિયાની એક કડવી સચ્ચાઈ એ પણ છે કે અહીં રહેવું દરેક વ્યક્તિ માટે શક્ય નથી. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ભારતીય મહિલાનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેણે દુબઈના આસમાને પહોંચેલા ભાડાની હકીકત જણાવી છે. મહિલાની આ વ્યથા જોઈને દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ રહ્યો છે.

45,000 રૂપિયામાં માત્ર એક રૂમ

ઇન્સ્ટાગ્રામ પર સાક્ષી નામની એક ભારતીય મહિલાએ પોતાના વીડિયો દ્વારા દુબઈના મોંઘા હાઉસિંગ માર્કેટની હકીકત જણાવી છે. સાક્ષી છેલ્લા એક વર્ષથી દુબઈના એક નાના રૂમમાં રહે છે અને હવે તે આવા જ બીજા નાના રૂમમાં શિફ્ટ થવાની તૈયારી કરી રહી છે. વીડિયોમાં પોતાનો રૂમ બતાવતા તેણે કહ્યું કે, આ નાના ડબ્બા જેવા રૂમ માટે તે દર મહિને લગભગ 45,000 રૂપિયા ખર્ચે છે. તેણે વધુમાં જણાવ્યું કે જગ્યા ભલે નાની હોય અને બજેટ ઘણું વધારે હોય, પરંતુ મજબૂરીમાં લોકોએ આવું કરવું પડે છે.

ભારતના 3BHK સામે દુબઈનો નાનો રૂમ

સાક્ષીએ પોતાના વીડિયોમાં ભારત અને દુબઈના ભાડાની સરખામણી કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. તેણે મજાકિયા અંદાજમાં કટાક્ષ કરતાં કહ્યું કે ભારતના ઘણા શહેરોમાં 45,000 રૂપિયાના બજેટમાં સરળતાથી શાનદાર 3BHK ફ્લેટ મળી શકે છે. જ્યારે દુબઈમાં આટલા પૈસામાં માંડ એક નાનો રૂમ અથવા કમ્પાર્ટમેન્ટ જ મળે છે.

સોશિયલ મીડિયા પર યુઝર્સોની કમેન્ટ્સ

આ વીડિયો સામે આવતાં જ ઇન્ટરનેટ પર યુઝર્સોની કમેન્ટ્સ શરૂ થઈ ગઈ છે. દુબઈમાં રહેતા લોકો સાક્ષીની વ્યથા સાથે સંપૂર્ણપણે સહમત થઈ રહ્યા છે, જ્યારે ભારતના યુઝર્સ આટલું ભારે ભાડું જોઈને આશ્ચર્યચકિત છે. એક યુઝરે કમેન્ટ કર્યું કે, એક નાના રૂમ માટે 45,000 રૂપિયા ચૂકવવા ખરેખર ચોંકાવનારું છે. બીજા યુઝરે લખ્યું કે, દુબઈમાં જીવનનિર્વાહનો ખર્ચ ખરેખર બેકાબૂ થઈ ગયો છે. ઘણા લોકોએ લખ્યું કે દુબઈમાં રહેતા પ્રવાસીઓ આ ભાડાના દર્દને ખૂબ સારી રીતે સમજી શકે છે.

જુઓ Video

આ પણ વાંચો, Trending Video : પ્રોફેશનલ્સ કરતાં પણ વધુ કમાણી? મુંબઈના ચાવાળાએ જણાવી પોતાની આવક, આંકડો સાંભળી ચોંકી જશો!

Follow Us
જેલમાંથી ફોન મળતા, 8 કર્મચારીને સસ્પેન્ડ કર્યા
જેલમાંથી ફોન મળતા, 8 કર્મચારીને સસ્પેન્ડ કર્યા
ગેનીબેનનો પોલીસને પડકાર! ‘હિંમત હોય તો દિવસે અડી બતાવો’
ગેનીબેનનો પોલીસને પડકાર! ‘હિંમત હોય તો દિવસે અડી બતાવો’
નવરાત્રીને લઈને જાહેરનામું, રાત્રે 12 બાદ લાઉડસ્પીકર પર પ્રતિબંધ
નવરાત્રીને લઈને જાહેરનામું, રાત્રે 12 બાદ લાઉડસ્પીકર પર પ્રતિબંધ
નવી જવાબદારી મળવાના યોગ છે, અટકેલા કામોમાં ગતિ આવશે
નવી જવાબદારી મળવાના યોગ છે, અટકેલા કામોમાં ગતિ આવશે
ભાડા વિધેયક મુદ્દે ચાલી રહેલી વકીલોની હડતાળનો સુખદ અંત
ભાડા વિધેયક મુદ્દે ચાલી રહેલી વકીલોની હડતાળનો સુખદ અંત
'વોટચોરી' અને લોકશાહીના નામે વિપક્ષે મચાવ્યો 'ભારે હંગામો'
'વોટચોરી' અને લોકશાહીના નામે વિપક્ષે મચાવ્યો 'ભારે હંગામો'
દાતાર પર્વતના પગથિયા પર વહેલી સવારે જોવા મળ્યા પાંચ સિંહ, જુઓ Video
દાતાર પર્વતના પગથિયા પર વહેલી સવારે જોવા મળ્યા પાંચ સિંહ, જુઓ Video
દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા
દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા
મેમનગરની હોસ્પિટલમાં IIM વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ
મેમનગરની હોસ્પિટલમાં IIM વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ
સુરત શહેરની 80 હોટલ અને રેસ્ટોરન્ટોમાં તપાસ
સુરત શહેરની 80 હોટલ અને રેસ્ટોરન્ટોમાં તપાસ
g clip-path="url(#clip0_868_265)">