Trending Video : ભારતમાં મોટાભાગના વાવાઝોડાં બંગાળની ખાડીમાં જ કેમ સર્જાય છે? જાણો તેની પાછળના 3 અસલી કુદરતી કારણો

ભારતની એક તરફ અરબી સમુદ્ર છે, તો બીજી તરફ બંગાળની ખાડી. બંને સમુદ્ર હોવા છતાં મોટાભાગનાં વાવાઝોડાં બંગાળની ખાડીમાં જ કેમ સર્જાય છે? મુંબઈ અને ગુજરાત તરફ આવેલા અરબી સમુદ્રમાં વાવાઝોડાંની સંખ્યા પ્રમાણમાં ઓછી કેમ જોવા મળે છે? શું તેની પાછળ કોઈ ખાસ કુદરતી કારણ છે?

Trending Video : ભારતમાં મોટાભાગના વાવાઝોડાં બંગાળની ખાડીમાં જ કેમ સર્જાય છે? જાણો તેની પાછળના 3 અસલી કુદરતી કારણો
Why Cyclones India Originate Bay of Bengal
Image Credit source: AI Generated
| Updated on: Nov 03, 2026 | 1:37 PM

ભારતની એક તરફ અરબી સમુદ્ર છે, તો બીજી તરફ બંગાળની ખાડી. બંને સમુદ્ર હોવા છતાં મોટાભાગનાં વાવાઝોડાં બંગાળની ખાડીમાં જ કેમ સર્જાય છે? મુંબઈ અને ગુજરાત તરફ આવેલા અરબી સમુદ્રમાં વાવાઝોડાંની સંખ્યા પ્રમાણમાં ઓછી કેમ જોવા મળે છે? શું તેની પાછળ કોઈ ખાસ કુદરતી કારણ છે? સોશિયલ મીડિયા પર વાવાઝોડાં અંગે એક રસપ્રદ માહિતી શેર કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયાના વીડિયોમાં જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં વાવાઝોડાં સર્જાવા પાછળ મુખ્યત્વે ત્રણ વૈજ્ઞાનિક કારણો જવાબદાર છે. તેને આપે સરળ ભાષામાં સમજીએ.

ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓનું પાણી

બંગાળની ખાડીમાં ગંગા અને બ્રહ્મપુત્ર જેવી મોટી નદીઓનું પાણી ભળે છે. નદીઓનું મીઠું પાણી સમુદ્રના ખારા પાણી કરતાં હળવું હોવાથી સમુદ્રની ઉપરની સપાટી પર એક અલગ સ્તર બનાવે છે. આ સ્થિતિમાં સમુદ્રની નીચે રહેલું ઠંડું પાણી સરળતાથી ઉપર આવી શકતું નથી. પરિણામે સમુદ્રની ઉપરની સપાટીનું પાણી ગરમ રહે છે. ઘણી વખત અહીં સમુદ્રની સપાટીનું તાપમાન 30થી 32 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. ગરમ સમુદ્રનું પાણી વાવાઝોડાંને જરૂરી ઊર્જા અને ભેજ પૂરો પાડવામાં મદદ કરે છે. તેથી બંગાળની ખાડીમાં વાવાઝોડાં વિકસવા માટે અનુકૂળ સ્થિતિ સર્જાઈ શકે છે.

બંગાળની ખાડીની ભૌગોલિક સ્થિતિ

અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની ભૌગોલિક સ્થિતિ પણ અલગ છે. અરબી સમુદ્ર પ્રમાણમાં ખુલ્લો છે. જ્યારે બંગાળની ખાડી ભારત, બાંગ્લાદેશ અને મ્યાનમાર સહિતના ભૂભાગોથી ઘેરાયેલી છે. આ ઉપરાંત, બંને સમુદ્રમાં પવનની દિશા, ભેજ અને તાપમાનની સ્થિતિ અલગ-અલગ હોય છે. અરબી સમુદ્રમાં વાતાવરણ અને પવનની કેટલીક સ્થિતિઓ સમુદ્રની સપાટીને ઠંડી રાખવામાં મદદ કરી શકે છે. બીજી તરફ, બંગાળની ખાડીમાં ગરમ પાણી અને ભેજનું પ્રમાણ વાવાઝોડાં માટે અનુકૂળ બની શકે છે.

અંદમાન-નિકોબાર ટાપુઓ પાસે મળે છે વાવાઝોડાંને નવી ઊર્જા

બંગાળની ખાડીમાં અંદમાન-નિકોબાર ટાપુઓની આસપાસનો સમુદ્રી વિસ્તાર પણ મહત્ત્વપૂર્ણ છે. પ્રશાંત મહાસાગર તરફથી આવતા કેટલાક હવામાન વિક્ષેપો દક્ષિણપૂર્વ એશિયાના વિસ્તારોમાંથી પસાર થઈને બંગાળની ખાડી સુધી પહોંચી શકે છે. આ દરમિયાન જો તેમને ગરમ સમુદ્રનું પાણી અને પૂરતો ભેજ મળે, તો તેમની તીવ્રતા વધી શકે છે અને વાવાઝોડું વિકસવાની શક્યતા રહે છે. આ રીતે બંગાળની ખાડીમાં સમુદ્રનું તાપમાન, ભેજ, પવન અને ભૌગોલિક સ્થિતિ મળીને વાવાઝોડાં માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરે છે.

તો શું અરબી સમુદ્રમાં વાવાઝોડાં આવતાં જ નથી?

અરબી સમુદ્રમાં પણ દર વર્ષે વાવાઝોડાં સર્જાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અરબી સમુદ્રમાં પણ શક્તિશાળી વાવાઝોડાં જોવા મળ્યાં છે. જોકે, ઐતિહાસિક રીતે બંગાળની ખાડીમાં વાવાઝોડાંની સંખ્યા અરબી સમુદ્ર કરતાં વધારે રહી છે. વાવાઝોડું ક્યાં સર્જાશે અને કેટલું શક્તિશાળી બનશે તે માત્ર એક કારણ પર આધારિત નથી. સમુદ્રનું તાપમાન, પવનની ગતિ અને દિશા, હવામાં ભેજ, વાતાવરણનું દબાણ અને અન્ય હવામાન પરિબળો પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

જુઓ Video

નોંધ: આ વિષયને લાગતો વીડિયો Instagram પર @laganexplain દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં કરવામાં આવેલા દાવાઓ અને તેમાં દર્શાવેલી માહિતીનાં તથ્યોની TV9 ગુજરાતી દ્વારા સ્વતંત્ર રીતે ચકાસણી કરવામાં આવી નથી.

આ પણ વાંચો, Trending Video : શું તમે જોયું વંદે ભારત સ્લીપર ટ્રેનનું અંદરનું રૂપ ? ટ્રેનમાં મળી રહી છે એવી આધુનિક સુવિધાઓ કે વિદેશી ટ્રેનો પણ રહી જશે પાછળ!

Follow Us
Loading...
Unable to load recommendations.