AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video : કાકા રેલવેની ચાદરમાંથી બનેલો કુર્તો પહેરીને બજારમાં શાકભાજી લેવા નીકળ્યા, જુઓ વાયરલ Video

મધ્યપ્રદેશના છતરપુરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક કાકાએ વેસ્ટર્ન રેલવેની ચાદરમાંથી બનેલો કુર્તો પહેરી શાકભાજીના માર્કેટમાં ફરતા જોવા મળ્યા હતા.

Trending Video : કાકા રેલવેની ચાદરમાંથી બનેલો કુર્તો પહેરીને બજારમાં શાકભાજી લેવા નીકળ્યા, જુઓ વાયરલ Video
| Updated on: Jul 21, 2026 | 9:56 AM
Share

સોશિયલ મીડિયા પર ક્યારે શું વાયરલ થઈ જાય છે. તેને કાંઈ કહી શકાય નહી. હાલમાં આવો જ એક મજેદાર અને ચોંકાવી દેનાર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મધ્યપ્રદેશના એક કાકાનો વીડિયો ધમાલ મચાવી રહ્યો છે. જેમાં તે ભારતીય રેલવેની ચાદરમાંથી બનેલો કુર્તો પહેલી બજારમાં ફરતા જોવા મળ્યા હતા. એક બાજુ લોકો આના પર ફની મીમ્સ બનાવી રહ્યા છે. તો બીજી બાજુ આ વીડિયો રેલવેની સામે ચોરીના સમાચાર વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે.

વીડિયો વાયરલ

આ સમગ્ર મામલો મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાનું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એક કાકા સફેદ રંગના કુર્તો પહેરી જોવા મળ્યો છે. દુરથી જોઈએ તો આ કોઈ સાધારણ કુર્તો નથી. પરંતુ વેસ્ટર્ન રેલવેની બેડશીટમાંથી બનેલો કુર્તો છે. કુર્તા પર એક બાજુ રેલવેનો લોગો જોવા મળી રહ્યો છે.

આ વીડિયોને રણજીત સિંહ નામના એક કન્ટેટ ક્રિએટરે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયોમાં તે કહે છે કે, આ વીડિયોમાં શાક માર્કેટમાં કાકાને જુઓ. વેસ્ટર્ન રેલવેનો જે કુર્તો પહેરી બજારમાં ફરી રહ્યા છે. કાકા પુરા કોન્ફિડન્સની સાથે બજારમાં ફરી રહ્યા છે. કોઈએ તો આ કાકાને રેલવેનો બ્રાન્ડ એમ્બેસેડર કહ્યું છે.

View this post on Instagram

ચોરાયેલો માલ કે રેલવેની હરાજી?

આ વીડિયો એવા સમયે સામે આવ્યો છે. જ્યારે થોડા દિવસ પહેલા આરટીઆઈ રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે, રેલવેના એસી કોચમાંથી દર વર્ષે લાખોની બેડશીટ, કંબલ અને ટુવાલ ગાયબ થયા છે. લોકો મુસાફરી દ્વારા લોકો તેના ઘરે લઈ જાય છે. જેનાથી રેલવે કર્મચારીઓને પોતાના પગારમાંથી ચુકવવો પડે છે. વીડિયો જોઈ કેટલાક લોકોએ રેલવેની સુરક્ષા પર સવાલો ઉઠાવ્યા છે.

Disclaimer: આ સમાચાર એક વાયરલ સોશિયલ મીડિયા પોસ્ટ અને નેટીઝન્સ તરફથી મળેલી પ્રતિક્રિયાઓ પર આધારિત છે. TV9 ભારતવર્ષ આ પોસ્ટમાં કરવામાં આવેલા કોઈપણ દાવાની સત્યતા સ્વતંત્ર રીતે ચકાસી શકતું નથી.

Trending Video: અમેરિકામાં ભારતીય પરિવારે ગૃહપ્રવેશ માટે શરણગાર્યું ઘર તો મળી નોટિસ, લોકોએ કહ્યું- ભારતમાં આવા નિયમની જરુર છે, જુઓ Vide અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">