Trending Video: ના વીજળીનું બિલ, ના મેઇન્ટેનન્સ ! ગરમીથી બચવા ભાઈએ લગાવ્યો નેક્સ્ટ લેવલનો જુગાડ, એન્જિનિયરો પણ દંગ રહી જશે

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ અનોખા જુગાડે મોટા-મોટા એન્જિનિયરોને પણ વિચારતા કરી દીધા છે. એક શખ્સે વીજળીનું બિલ બચાવવા અને ઠંડી હવા ખાવા માટે એવો દેશી કીમિયો અપનાવ્યો કે, જેને જોઈને તમે હસી-હસીને લોટપોટ થઈ જશો.

Trending Video: ના વીજળીનું બિલ, ના મેઇન્ટેનન્સ ! ગરમીથી બચવા ભાઈએ લગાવ્યો નેક્સ્ટ લેવલનો જુગાડ, એન્જિનિયરો પણ દંગ રહી જશે
| Updated on: Aug 19, 2026 | 5:27 PM

ભારતને એમ જ ‘જુગાડનો દેશ’ નથી કહેતા. અહીં જ્યારે કોઈ સમસ્યાનો ઉકેલ ટેક્નોલોજી પાસે નથી હોતો, ત્યારે લોકો પોતાનું દેશી મગજ દોડાવીને એવો અદ્ભુત જુગાડ શોધી કાઢે છે કે મોટા-મોટા એન્જિનિયરો પણ દંગ રહી જાય છે.

સોશિયલ મીડિયા પર આજકાલ આવો જ એક રમુજી અને અનોખો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે તમારું હાસ્ય રોકી નહીં શકો. વાત એમ છે કે, ગરમીથી બચવા માટે એક શખ્સે એવો અતરંગી જુગાડ લગાવ્યો છે કે, જેના વિશે આપણે કદાચ જ વિચારી શકીએ.

જુઓ Trending Video

વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે, એક વ્યક્તિ ખુલ્લા આંગણામાં જમીન પર પથારી કરીને ખૂબ જ આરામથી સૂતો છે. હવે ગરમીની સીઝનમાં આરામની સાથે ઠંડી હવા પણ જોઈએ પરંતુ આ ભાઈએ તેના માટે કોઈ પંખો કે કૂલર ચાલુ ન કર્યું. શખ્સે પાસે જ ઊભેલી પોતાની ભેંસની પૂંછડી પર એક હાથપંખો બાંધી દીધો.

હવે જેમ જેમ ભેંસ પોતાની પૂંછડી હલાવે છે, શખ્સ સુધી ઠંડી-ઠંડી હવા આરામથી પહોંચતી રહે છે. શખ્સ આરામથી સૂતો છે અને કોઈ પણ મહેનત વગર હવાનો આનંદ માણી રહ્યો છે. આમાં જે રીતે શખ્સનો સ્વેગ હતો, તે જોઈને લોકો હેરાન થઈ ગયા છે.

નેક્સ્ટ લેવલનો જુગાડ

વિડીયો જોઈને એક પળ માટે તમે પણ જરૂર ચોંકી ગયા હશો. વિચારતા હશો કે, આ જુગાડ તો નેક્સ્ટ લેવલનો છે. ઘણા લોકોને તો આ જુગાડ પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ રહ્યો હતો. હાલ તો આ વિડીયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે. ઇન્સ્ટાગ્રામ પર આ વિડીયોને therollercoaster નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. આ અનોખા જુગાડને મોટી સંખ્યામાં લોકો જોઈ ચૂક્યા છે.

આટલું જ નહીં, આ વિડીયો પર યુઝર્સ જોરદાર પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, આને કહેવાય અસલી 100% નેચરલ એર કન્ડીશનર, ના વીજળીનું બિલ કે ના મેઇન્ટેનન્સની માથાકૂટ. અન્ય એક યુઝરે લખ્યું કે, ભારત બહાર આ મગજ ન જવું જોઈએ, આ તો આગામી નોબેલ પુરસ્કાર વિજેતા છે.

Trending Video: ગરમાગરમ પરોઠા પીરસવા આવ્યો ‘વેટર 2.0’, 1.5 કલાક સતત સર્વિસ અને LED આંખો

Follow Us
Loading...
Unable to load recommendations.