
દેશના ઘણા ભાગોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. હાલત એ છે કે, ગરમીના કારણે લોકો બેહાલ થઈ ગયા છે. વાત એમ છે કે, ભારતમાં ચોમાસાની ગતિ ઘણી ધીમી છે, જેના લીધે ઘણી જગ્યાએ હજુ સુધી સરખો વરસાદ પડ્યો નથી. આટલું જ નહીં, ગરમીના કારણે લાઈટની પણ સમસ્યા થઈ રહી છે. આવા સમયમાં ગરમીથી બચવા માટે લોકો જાતજાતના ઉપાયો પણ કરી રહ્યા છે.
આ બાબતે સોશિયલ મીડિયા પર પણ એકથી એક અનોખા વીડિયો વાયરલ થતા રહે છે. આ જ કડીમાં ગરમીથી બચવા માટે એક વ્યક્તિએ જે જુગાડ લગાવ્યો છે, તે જોઈને લોકો હેરાન થઈ ગયા છે. ટૂંકમાં કહીએ તો, ગરમીથી બચવા માટે આ વ્યક્તિએ એટીએમ (ATM) ને જ પોતાનો બેડરૂમ બનાવી દીધો. હવે સ્થિતિ એ છે કે, આ વીડિયો પર લોકો જોરદાર મજા લઈ રહ્યા છે.
આમ જોવા જઈએ તો, જેમની પાસે AC, કૂલર અને પંખા છે, તેમને તો કોઈક રીતે ગરમીથી રાહત મળી જાય છે પરંતુ જેમની પાસે આ સુવિધાઓ નથી, તેમને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવા લોકો ગરમીથી બચવા માટે જાતજાતના ઉપાયો કરતા રહે છે. આ વાયરલ વીડિયોમાં પણ તમને કંઈક આવો જ અનોખો નજારો જોવા મળશે.
Viral Video માં તમે જોઈ શકો છો કે, એક વ્યક્તિએ કેવી રીતે ATM ને પોતાનો બેડરૂમ બનાવી દીધો છે અને આરામથી ઊંઘી રહ્યો છે. કોઈકે આ આખા નજારાને કેમેરામાં કેદ કરી લીધો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી દીધો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ Viral Video ઉત્તર પ્રદેશના મઉ જિલ્લાનો છે.
Viral Video જોઈને એક પળ માટે તમને પણ ચોક્કસ ઝટકો લાગ્યો હશે. વિચારી રહ્યા હશો કે, ભાઈએ ગજબનું મગજ દોડાવ્યું. આ વીડિયોને સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર લોકો શેર કરી રહ્યા છે.
ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયોને ‘pratik_raaz_khare’ નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. કેટલાક લોકો જ્યાં આ નજારા પર સુરક્ષાને લઈને સવાલો ઉઠાવી રહ્યા છે, તો કેટલાક લોકો આના પર મજા પણ લઈ રહ્યા છે.
Published On - 5:17 pm, Fri, 17 July 26