વારસાગત સોનું વેચીને પત્ની માટે ખરીદ્યો iPhone 18 Pro Max, જાણીતા બિઝનેસમેનની પોસ્ટે ઈન્ટરનેટ પર જગાવી નવી ચર્ચા

IPHONE18 PRO MAX લોન્ચ થતાં જ લોકોમાં તેને ખરીદવાનો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. એવામાં એક યુવકે પોતાની પત્ની માટે આ નવો ફોન ખરીદવા પૂર્વજો તરફથી વારસામાં મળેલું સોનું વેચી દીધું. જાણીતા ઉદ્યોગપતિએ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે અને હવે ઈન્ટરનેટ પર એક નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે.

વારસાગત સોનું વેચીને પત્ની માટે ખરીદ્યો iPhone 18 Pro Max, જાણીતા બિઝનેસમેનની પોસ્ટે ઈન્ટરનેટ પર જગાવી નવી ચર્ચા
Image Credit source: AI Generated
| Updated on: Sep 19, 2026 | 7:32 PM

IPHONE18 PRO MAX જ્યારથી લોન્ચ થયો છે, ત્યારથી લોકોમાં તેને લઈને જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 18 સપ્ટેમ્બરથી IPHONE18 PRO ખરીદવા માટે એપ્પલના શોરૂમ્સ પર સવારથી જ લાંબી લાઈનો જોવા મળી રહી છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક એવો વાયરલ વીડિયો જોવા મળી રહ્યો છે કે, જેણે આ ફોનને લઈને નવી ચર્ચા જગાડી દીધી છે.

શખ્સે ‘સોનું’ વેચીને ખરીદ્યો ફોન

વાત એમ છે કે, દિલ્હીના એક યુવકનો સોશિયલ મીડિયા પર વીડિયો જોવા મળ્યો છે. આમાં તેનો દાવો છે કે, તેણે પોતાની પત્ની માટે નવો IPHONE18 PRO MAX ખરીદ્યો છે. મજાની વાત એ છે કે, તેણે એ ફોન પરિવાર તરફથી મળેલી કેટલીક જૂની સોનાની વસ્તુઓ વેચીને લીધો હતો.

વ્યક્તિનું કહેવું છે કે, આ સોનું તેને પરિવારની અગાઉની પેઢીઓ પાસેથી વારસામાં મળ્યું હતું. તેનો દાવો છે કે, તેણે પોતાના પૂર્વજો દ્વારા આપવામાં આવેલા સોનામાંથી થોડું સોનું વેચીને પોતાની પત્ની માટે ફોન લેવાનો નિર્ણય કર્યો.

હર્ષ ગોયન્કાએ શેર કર્યો Video

દેશના મોટા ઉદ્યોગપતિ હર્ષ ગોયન્કાએ આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો. હર્ષે એ વિડીયો પર પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવ્યું કે, કેટલાક લોકો ઘર ખરીદવા માટે પોતાનું સોનું વેચે છે, તો બીજી તરફ કેટલાક લોકો પોતાના બાળકોનું ભવિષ્ય બનાવવા માટે આ પગલું ભરે છે. આ મામલામાં માણસે પોતાની પત્નીને ફોન અપાવવા માટે પરિવાર તરફથી મળેલી વારસાગત સંપત્તિના સોનાને વેચવું યોગ્ય સમજ્યું.


ગોયન્કાની આ પોસ્ટે સોશિયલ મીડિયા પર જંગ છેડી દીધી છે. કેટલાક લોકોનું કહેવું હતું કે, તેણે આ પગલું પ્રેમમાં ભર્યું. બીજી તરફ કહેવામાં આવ્યું કે, આટલા મોંઘા ફોન માટે પોતાના જ વારસાગત સોનાને વેચવું બિલકુલ પણ યોગ્ય સાબિત થતું નથી. કેટલાક લોકોનું એ પણ કહેવું હતું કે, જો તમારે કોઈ મોંઘી વસ્તુ ખરીદવી પણ હોય તો તે પહેલાં પોતાની આર્થિક સ્થિતિને સંપૂર્ણ રીતે ધ્યાનમાં રાખીને ખરીદવાનો નિર્ણય લો.

IPHONE18 PRO ની કિંમત શું છે?

APPLE ના જણાવ્યા અનુસાર, IPHONE18PRO ની કિંમત ભારતમાં શરૂઆતી ધોરણે 1,64,900 છે. IPHONE18PROMAX ની કિંમત 1,79,900 રાખવામાં આવી છે. નવા પ્રો મોડલમાં 48MP FUSION MAIN કેમેરા, સરસ Low-Light ફોટો અને વીડિયો ક્ષમતા સાથે લાંબી બેટરી લાઈફ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

Trending Video : બસ અને ટ્રેન પછી હવે ફ્લાઇટમાં શરૂ થઈ મારામારી, બે મુસાફરોએ એકબીજા પર વરસાવ્યા મુક્કા !

Follow Us
Loading...
Unable to load recommendations.