Trending Video : ‘જોની-જોની યસ પાપા, જ્ઞાનેશ કુમાર નો પાપા…’ મમતા બેનર્જીનો વીડિયો વાયરલ

પશ્ચિમ બંગાળની પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીનો એક વીડિયો સાંસદ સુપ્રિયા સુલેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કર્યો છે. આ વીડિયોમાં મમતા બેનર્જી લોકપ્રિય કવિતા 'જોની-જોની યસ પાપા'ની સ્ટાઈલમાં સરકાર પર કટાક્ષ કરતાં જોવા મળી છે.

Trending Video : જોની-જોની યસ પાપા, જ્ઞાનેશ કુમાર નો પાપા... મમતા બેનર્જીનો વીડિયો વાયરલ
Mamata Banerjee Johnny Johnny Yes Papa Gyanesh Kumar BJP Government
Image Credit source: X | @supriya_sule
| Updated on: Oct 10, 2026 | 9:12 AM

પશ્ચિમ બંગાળની પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બાળકોની લોકપ્રિય કવિતા ‘જોની-જોની યસ પાપા’ના અંદાજમાં મતદાર યાદીની વિશેષ સઘન સમીક્ષા (SIR) અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર નિશાન સાધ્યું છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)નાં સાંસદ સુપ્રિયા સુલેએ મમતા બેનર્જીનો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કર્યો છે.

જોની-જોની કવિતા દ્વારા સાધ્યું નિશાન

વીડિયોમાં મમતા બેનર્જી લોકપ્રિય અંગ્રેજી કવિતા જોની જોની યસ પાપાની તર્જ પર આ રીતે કહેતાં સંભળાય છે:

જોની જોની – યસ પાપા,
SIR – નો પાપા,
રાજીનામું – યસ પાપા,
હટાવો – યસ પાપા,
ધરપકડ કરો – યસ પાપા,
લોકશાહી બચાવો – યસ પાપા,
ભારત બચાવો – યસ પાપા,
જ્ઞાનેશ કુમાર – નો પાપા,
ભાજપ સરકાર – નો પાપા,

આ કવિતા દ્વારા મમતા બેનર્જીએ SIR પ્રક્રિયા, મુખ્ય ચૂંટણી કમિશનર અને ભાજપ સરકાર સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે.

જુઓ Video

આજે પ્રદર્શનમાં સામેલ થઈ શકે છે મમતા બેનર્જી

મમતા બેનર્જીએ ગુરુવારે (8 ઓક્ટોબર) કોલકાતામાં જણાવ્યું હતું કે તેઓ 10 ઓક્ટોબરે દિલ્હીના જંતર-મંતર ખાતે યોજાનારા પ્રદર્શનમાં સામેલ થઈ શકે છે. જોકે આ અંગે હજી સુધી અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. મમતાએ કહ્યું, “હું 10 ઓક્ટોબરે જંતર-મંતર ખાતે યોજાનારા પ્રદર્શનમાં સામેલ થઈ શકું છું, પરંતુ હજી કંઈ નક્કી નથી. તેની (CJP) સાથે અમારા સંબંધો રહ્યા છે અને અમે અમારું સમર્થન આપ્યું છે. અમારી ભાગીદારી અંગેનો અંતિમ નિર્ણય પછી લેવામાં આવશે.”

રાષ્ટ્રપતિને મળ્યું વિપક્ષી પ્રતિનિધિમંડળ

દરમિયાન, શુક્રવારે (9 ઓક્ટોબર) INDIA ગઠબંધનના 10 સભ્યોના પ્રતિનિધિમંડળે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે લગભગ એક કલાક સુધી મુલાકાત કરી હતી. આ પ્રતિનિધિમંડળમાં મમતા બેનર્જી પણ સામેલ હતી. મુલાકાત બાદ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિપક્ષ દ્વારા લગાવવામાં આવેલા વોટ ચોરી અને મતદાર યાદીની વિશેષ સઘન સમીક્ષા (SIR) માં ચૂંટણી પંચની ભૂમિકા અંગેના આરોપોને નકાર્યા નહોતા.

રાહુલ ગાંધીએ સરકાર પર સાધ્યું નિશાન

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે વિપક્ષી પ્રતિનિધિમંડળે રાષ્ટ્રપતિને એક આવેદનપત્ર સુપરત કર્યું. રાહુલે આરોપ લગાવ્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે ભારતીય લોકશાહીને નુકસાન પહોંચાડવાનું કાવતરું ઘડ્યું છે.

આ પણ વાંચો, Trending Video : કોઈનું દિલ ના દુખાય એટલે લગ્ન કરતો ગયો! 21 પત્નીઓ વાળા ભિખારીનો દાવો જાણી લોકો દંગ રહી ગયા

 

Follow Us
Loading...
Unable to load recommendations.