Trending Video: કેરળમાં પાસપોર્ટ રિન્યુ કરાવવા પહોંચ્યો શખ્સ, અંદરના પાના જોઈ અધિકારીઓ પણ માથું પકડીને હસી પડ્યા

વિદેશ પ્રવાસ માટે સૌથી મહત્વપૂર્ણ ગણાતા પાસપોર્ટ સાથે આ શખ્સે એવું તે શું કર્યું કે અધિકારીઓ પણ દંગ રહી ગયા? વિઝા કે ટ્રાવેલ સ્ટેમ્પની જગ્યાએ પાના પર એવું શું લખેલું મળ્યું જેનાથી આખો કેસ ચર્ચાનો વિષય બન્યો? જાણો પાસપોર્ટ ઓફિસનો આ ચોંકાવનારો કિસ્સો.

Trending Video: કેરળમાં પાસપોર્ટ રિન્યુ કરાવવા પહોંચ્યો શખ્સ, અંદરના પાના જોઈ અધિકારીઓ પણ માથું પકડીને હસી પડ્યા
| Updated on: Nov 03, 2026 | 7:31 PM

તમે વિદેશ યાત્રા કરી હોય કે ન કરી હોય, પરંતુ નિર્ધારિત સમય પૂરો થતાં પાસપોર્ટ રિન્યુ તો કરાવવો જ પડે છે. કેરળની પાસપોર્ટ ઓફિસમાં તાજેતરમાં એક એવો જ પાસપોર્ટ આવ્યો હતો, જેમાં કોઈ વિદેશ પ્રવાસ તો નહોતો કરાયો પણ તેનો ભરપૂર ઉપયોગ જરૂર કરવામાં આવ્યો હતો. જોકે, તેનો ઉપયોગ કરવાની રીત અત્યંત વિચિત્ર અને હાસ્યાસ્પદ હતી.

પાસપોર્ટ એક એવો મહત્વપૂર્ણ ઓળખપત્ર છે જે આજે પણ દરેક વ્યક્તિ પાસે હોતો નથી. તે એક સંવેદનશીલ દસ્તાવેજ છે અને સામાન્ય રીતે લોકો તેને ખૂબ જ સાચવીને રાખતા હોય છે. પરંતુ સાચવવાનો મતલબ એવો પણ નથી કે તેનો આવો અનોખો ઉપયોગ કરવામાં આવે. આ શખ્સ પાસે પાસપોર્ટ તો હતો પરંતુ તે ક્યારેય વિદેશ ફરવા ન ગયો. તેથી તેણે પાસપોર્ટના કોરા પાનાઓને રફ કાગળ કે સ્ટેશનરીની જેમ વાપરી નાખ્યા! આ સમગ્ર મામલો કેરળની પાસપોર્ટ ઓફિસમાં સામે આવ્યો હતો.

બધા પાના ભરેલા નીકળ્યા

સોશિયલ મીડિયા પર શેર કરાયેલા એક વીડિયોમાં જોવા મળે છે કે એક શખ્સ પાસપોર્ટના પાના ફેરવી રહ્યો છે. શરૂઆતના સત્તાવાર પાનાઓ પછીના દરેક પેજ પર કંઈક ને કંઈક લખેલું જોવા મળે છે. આ લખાણ કોઈ દેશના ઇમિગ્રેશન કે ટ્રાવેલ સ્ટેમ્પનું નથી. આ પાસપોર્ટ કેરળ ઓફિસમાં રિન્યુઅલ માટે જમા કરાવવામાં આવ્યો હતો.

સરવાળા-બાદબાકી અને ફોન ડાયરી

આ પાસપોર્ટમાં તે વ્યક્તિએ પોતાના ઓળખીતા લોકોના મોબાઈલ નંબર લખી રાખ્યા હતા. એટલું જ નહીં, આગળના પાનાઓ પર હિસાબ-કિતાબ અને સરવાળા-બાદબાકી પણ કરેલા હતા, જેમ સામાન્ય રીતે લોકો વેપારમાં હિસાબ રાખવા માટે કે બાળકો ગણિતના દાખલા ગણવા માટે રફ બુકમાં કરતા હોય છે.

વીડિયોમાં પાસપોર્ટના પાના ફેરવતી વખતે મલયાલમ ભાષામાં વાતચીત સંભળાઈ રહી છે. આ દ્રશ્ય જોઈને લોકો પાસપોર્ટ ધારકની આવી ‘ક્રિએટિવિટી’ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે.

અંગત માહિતી શેર કરવા પર ચર્ચા

વીડિયો જોઈને ઘણા લોકો હસી રહ્યા છે, તો કેટલાક યુઝર્સ કોઈ દસ્તાવેજનો આવો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવાને ખોટું પણ ગણાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, “આ ભાઈએ જૂના જમાનાના લોકોની જેમ પાસપોર્ટને પોકેટ ડાયરી બનાવી દીધો.” જ્યારે અન્ય એક યુઝરે રમૂજમાં સલાહ આપી કે, “આ વખતે રિન્યુ કરતી વખતે એમને આખો 100 પાનાનો પાસપોર્ટ આપવો જોઈએ જેથી હિસાબ લખવામાં જગ્યા ઓછી ન પડે!”

શું પત્નીને મૂર્ખ કે નકામી કહી શકાય ? જાણો સુપ્રીમ કોર્ટે શું આપ્યો ચુકાદો

Follow Us
Loading...
Unable to load recommendations.