
અફધાનિસ્તાન ગયેલા એક ભારતીય પોતાને એટલો પ્રેમ મળ્યો કે, લોકો જમવાનું પણ ફ્રીમાં આપી રહ્યા હતા. તેમજ અફઘાનિસ્તાનના લોકો કહી રહ્યા હતા કે, જો પાકિસ્તાની હોત તો તને એક મારત. જ્યારે લોકોને ખબર પડી કે, આ તો ભારતીય વ્યક્તિ છે. તો તેને ગળે લગાવી રહ્યું તમે તો ભાઈ છો. જો ભારતીય ટ્રાવેલર્સ ગમે ત્યાં ગયા છે. તેની આગતા -સ્વાગતા કરવામાં કાંઈ બાકી રાખ્યું નથી. લોકો પૈસા લેવા માટે પણ તૈયાર ન હતા.
અફધાનિસ્તાની વ્યક્તિને કહે છે કે, ઈન્ડિયન હંમેશા ભાઈ રહેશે. આ સંબંધો જન્મો સુધી રહેશે. આગળ બ્લોગર એક લવપ્રીત જાગીની દુકાન પર જાય છે. તો તે દુકાનદાર કહે છે, કે, તમે અમારા મહેમાન છો. અમે તારા પાસે પૈસા લેશું નહી. ત્યારબાદ એક જગ્યાએ જમ્યા બાદ પૈસા આપ્યા તો દુકાનદારે આ પૈસા ભારતીય વ્યક્તિને પરત કર્યા હતા.
ત્યારબાદ લોકલ લોકોએ લવપ્રીતની સાથે માત્ર પોતાનું ફુડ શેર કર્યું નહી પરંતુ તેમણે તે જ્યાં રોકાયો હતો. ત્યાં સુધી છોડવા માટે પણ આવ્યા હતા. વીડિયોમાં આ બધો નજારો જોવા મળ્યો હતો. જમ્યા પછી રેસ્ટોરન્ટના માલિકે પૈસા લેવાની ના પાડી રહ્યો હતો.
હવે તમારા મનમાં એક સવાલ આવશે કે, ભારત અને અફઘાનિસ્તાનની ફ્રેન્ડશીપ આટલી ગાઢ કેમ છે. આ બંને દેશની ફ્રેન્ડશીપ ધર્મ કે રાજકારણ થી વધારે ઈતિહાસ,વિકાસ,સહયોગ અને માનવીય મદદ અને લોકો પર વિશ્વાસ પર ટકેલી છે. ભારતમાં હજારો અફઘાનિસ્તાન વિદ્યાર્થી ભણવા માટે આવે છે.
લવપ્રીત જાગીએ આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર “લવ ઇન્ડિયા-અફઘાનિસ્તાન ફ્રેન્ડશિપ” કેપ્શન સાથે પોસ્ટ કર્યો છે. તેને 1.5 મિલિયનથી વધુ લાઇક્સ અને 10 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. લોકો કોમેન્ટ કરી પોતાનું રિએક્શન પણ આપી રહ્યા છે. ઈન્ડિયા-અફઘાનિસ્તાન ભાઈ-ભાઈ કહી રહ્યા છે.