Trending Video: છોકરી સામે જોતાં પણ ડરશે! દીકરીઓની છેડતી કરવી પડી ‘ભારે’, ગ્રામજનોએ આ રીતે રસ્તા વચ્ચે ઉતાર્યો પારો

ગામમાં કાર લઈને નીકળેલા બે યુવકોએ સ્થાનિક છોકરીઓ સામે જોઈને ગંદી કમેન્ટ્સ કરી હતી. જો કે, એ બે યુવકોને અંદાજ પણ નહોતો કે આગામી મિનિટે તેમની સાથે શું થવાનું છે. ગુસ્સે ભરાયેલા ગામના લોકોએ બંનેને પકડી પાડ્યા અને પોલીસના આવ્યા પહેલાં જ એવી સજા આપી કે, હવે બીજી વાર કોઈ છોકરી સામે જોતાં પહેલાં પણ તેઓ 100 વાર વિચારશે.

Trending Video: છોકરી સામે જોતાં પણ ડરશે! દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે રસ્તા વચ્ચે ઉતાર્યો પારો
| Updated on: Aug 03, 2026 | 1:48 PM

સોશિયલ મીડિયાની દુનિયામાં આમ તો દરેક સમયે કંઈક ને કંઈક છવાયેલું જ રહે છે. એવામાં હાલ જે Video સામે આવ્યો છે, તે હેરાન કરી દેનારો છે. વાયરલ વિડીયો ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાનો હોવાનું કહેવાઈ રહ્યું છે.

અહીં બે યુવકો પર ગામની છોકરીઓની છેડતી કરવાનો અને ગંદી કમેન્ટ્સ પાસ કરવાનો આક્ષેપ લાગ્યો છે. જો કે, આ વાત ખબર પડતાં જ ગુસ્સે ભરાયેલા સ્થાનિક લોકોએ બંનેને પકડી લીધા અને પોલીસના આવ્યા પહેલાં એવી સજા આપી કે, જેનો Video હવે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

નૈનીતાલનો Viral Video

જણાવવામાં આવી રહ્યું છે કે, આ ઘટના નૈનીતાલના મુક્તેશ્વર વિસ્તારના સતોલી ગામની છે. આક્ષેપ છે કે, ઉત્તર પ્રદેશના મુરાદાબાદથી આવેલા બે યુવકો કારમાં ગામમાંથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન તેમણે કેટલીક સ્થાનિક છોકરીઓ પર કથિત રીતે વાંધાજનક ટિપ્પણીઓ કરી હતી. છોકરીઓએ આની જાણ ગામના લોકોને કરી, જે પછી ગ્રામજનોએ બંને યુવકોને પકડી લીધા.

Viral Video માં જોઈ શકાય છે કે, બંને યુવકોના મોં પર કાળશ (કાળી ટીલી લગાવવી) ચોપડવામાં આવી. તેમને ચંપલોથી મારવામાં આવ્યા અને પછી તેમના શરીર પર ‘બિચ્છુ બૂટી’ (ખંજવાળ ઉપાડતી જંગલી વનસ્પતિ) ઘસવામાં આવી. બિચ્છુ બૂટી એક જંગલી છોડ હોય છે કે, જેને અડવાથી ત્વચા પર સખત બળતરા અને ખંજવાળ આવવા લાગે છે. આ પછી ગ્રામજનોએ બંને આરોપીઓને પોલીસને હવાલે કરી દીધા.

ઘટના પર શું બોલ્યા ‘નેટિઝન્સ’?

ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા પછી લોકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. ઘણા લોકો ગામના લોકોના આ પગલાંનું સમર્થન કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે, મહિલાઓ સાથે ગેરવર્તણૂક કરનારાઓ સાથે આવું જ થવું જોઈએ.

બીજી તરફ કેટલાક લોકોનું કહેવું છે કે, આક્ષેપ ગમે તેટલો ગંભીર કેમ ન હોય કાયદો હાથમાં લેવો યોગ્ય નથી. તેમનું માનવું છે કે, આરોપીઓને સીધા પોલીસને હવાલે કરવા જોઈતા હતા. કેટલાક લોકો આને મહિલાઓની સુરક્ષા માટે એક કડક સંદેશ ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક આને કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ ખોટું માની રહ્યા છે.

હાલમાં પોલીસે બંને આરોપીઓને કસ્ટડીમાં લઈને મામલાની તપાસ શરૂ કરી દીધી છે. હજુ એ સ્પષ્ટ નથી થયું કે, તેમના વિરુદ્ધ કઈ-કઈ કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

Trending Video : પ્લેટફોર્મ પર મુસાફરોની જગ્યાએ ભેંસો આવી અને બકરીઓ ટ્રેનમાં બેસી ગઈ જુઓ Video

Follow Us
Loading...
Unable to load recommendations.