AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video : પ્રોફેશનલ્સ કરતાં પણ વધુ કમાણી? મુંબઈના ચાવાળાએ જણાવી પોતાની આવક, આંકડો સાંભળી ચોંકી જશો!

મુંબઈના એક ચાવાળાએ પોતાના વીડિયોમાં કમાણીનો ખુલાસો કર્યો છે. તે દરરોજ લગભગ ₹2,500થી ₹3,000ની ચા વેચે છે અને તમામ ખર્ચ કાઢ્યા બાદ મહિને આશરે ₹30થી ₹35 હજારની બચત કરી લે છે.

Trending Video : પ્રોફેશનલ્સ કરતાં પણ વધુ કમાણી? મુંબઈના ચાવાળાએ જણાવી પોતાની આવક, આંકડો સાંભળી ચોંકી જશો!
Mumbai Tea Seller IncomeImage Credit source: Instagram | two_generations_one_vlog
| Updated on: Sep 29, 2026 | 1:45 PM
Share

સ્તા કિનારે ચા વેચતા કોઈ વ્યક્તિને જોઈને ઘણીવાર લોકો એવું માની લે છે કે તેની કમાણી બહુ વધારે નહીં હોય. પરંતુ મુંબઈના એક ચાવાળાનો વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર આ વિચારને લઈને ચર્ચા શરૂ થઈ છે. વીડિયોમાં આ વ્યક્તિએ પોતાની રોજની અને મહિનાની કમાણી વિશે જણાવ્યું છે. જેને સાંભળીને ઘણા લોકો પોતાની સેલેરી સાથે તેની સરખામણી કરવા લાગ્યા.

આ વીડિયો Two_generations_one_vlog નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં હાથમાં ચાની થર્મસ લઈને ઊભેલા એક વ્યક્તિને પૂછવામાં આવે છે કે તે એક દિવસમાં કેટલા રૂપિયાની ચા વેચે છે. તેના જવાબમાં તે જણાવે છે કે રોજ લગભગ ₹2,500થી ₹3,000ની ચા વેચાઈ જાય છે.

કમાણી સાંભળીને ચોંકી જશો

ત્યારબાદ તેને પૂછવામાં આવે છે કે રોજની વેચાણમાંથી આખરે કેટલા રૂપિયા બચી જાય છે. તે જણાવે છે કે તમામ ખર્ચ કાઢ્યા બાદ ઓછામાં ઓછા ₹1,500 તો બચી જ જાય છે. જોકે, તેની કમાણી માત્ર રસ્તા પર ફરીને ચા વેચવાથી થતી નથી. તેની પોતાની એક દુકાન પણ છે, જેના માટે તે દર મહિને આશરે ₹5,000 ભાડું ચૂકવે છે.

₹30થી ₹35 હજાની બચત

જ્યારે તેને મહિનાની કમાણી વિશે પૂછવામાં આવે છે ત્યારે તે જણાવે છે કે તમામ ખર્ચ કાઢ્યા બાદ આશરે ₹30થી ₹35 હજાર બચી જાય છે. આ દરમિયાન તે એવું પણ કહે છે કે શરૂઆતમાં ઘણા એન્જિનિયરોને પણ આટલી કમાણી મળતી નથી. તેના આ જવાબે સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

કામની પણ અછત નથી

આ સમગ્ર વાતચીતનો એક રસપ્રદ પાસું એ પણ છે કે તેની પાસે કામની અછત નથી. તે જણાવે છે કે તેને હવે એક વધુ વ્યક્તિની જરૂર છે. વીડિયોમાં તે પોતે કહે છે કે જો કોઈ યુવક કામ કરવા માંગતો હોય તો તેને જણાવવામાં આવે, કારણ કે તેની પાસે એક વ્યક્તિની જરૂર છે.

સોશિયલ મીડિયા પર લોકો કરવા લાગ્યા કમાણીની સરખામણી

વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ પણ પોતાની કમાણીની આ ચાવાળાની આવક સાથે સરખામણી કરતા જોવા મળ્યા. એક યુઝરે જણાવ્યું કે તેની મહિનાની કમાણી માત્ર ₹9,000 છે. જ્યારે અન્ય એક યુઝરે પોતાની માસિક કમાણી ₹15,000 હોવાનું જણાવ્યું.

આ કમેન્ટ્સ પરથી અંદાજ લગાવી શકાય છે કે આ વીડિયોએ લોકોને પોતાની આવક વિશે વિચારવા માટે પ્રેરિત કર્યા છે. જોકે, ઘણા લોકોએ એ પણ કહ્યું કે ચા વેચવાનું કામ બહારથી જેટલું સરળ દેખાય છે, હકીકતમાં તેટલું સરળ નથી. દરરોજ વહેલા ઊઠવું, સામાનની વ્યવસ્થા કરવી, ચા તૈયાર કરવી, ગ્રાહકો સુધી પહોંચાડવી અને લાંબા સમય સુધી કામ કરવું. આ બધું પોતાનામાં જ ઘણી મહેનતનું કામ છે.

જુઓ Video

આ પણ વાંચો, Trending Video : નિયમોની લીરેલીરા ઉડાવતી પોલીસ, એક જ બાઇક પર હેલ્મેટ વગર નીકળ્યા 4 પોલીસવાળા

Follow Us
Breaking News : નવરાત્રી પહેલા જ સાસણમાં શરૂ થશે સિંહ દર્શન
Breaking News : નવરાત્રી પહેલા જ સાસણમાં શરૂ થશે સિંહ દર્શન
રાજકોટમાં સસ્તી લૌનના કૌભાંડનો આંકડો 700 કરોડ સુધી પહોંચ્યો
રાજકોટમાં સસ્તી લૌનના કૌભાંડનો આંકડો 700 કરોડ સુધી પહોંચ્યો
મનપાનો અનોખો પ્રયાસ! ખાડિયામાં પાણીના કનેક્શન પર લાગશે સ્ટોપ કોક
મનપાનો અનોખો પ્રયાસ! ખાડિયામાં પાણીના કનેક્શન પર લાગશે સ્ટોપ કોક
અમદાવાદમાં હવે જાહેર રસ્તા અને ફૂટપાથ પર શાકભાજી વેચવા પર પ્રતિબંધ
અમદાવાદમાં હવે જાહેર રસ્તા અને ફૂટપાથ પર શાકભાજી વેચવા પર પ્રતિબંધ
વૃષભને મનગમતું કામ, સિંહને નવી ઓળખાણ અને મીનને યોગ-ધ્યાનથી લાભ
વૃષભને મનગમતું કામ, સિંહને નવી ઓળખાણ અને મીનને યોગ-ધ્યાનથી લાભ
નર્મદાના સાગબારામાં જંગલ જમીન વિવાદ વકર્યો, 2 જીએ ઉગ્ર આંદોલનની ચીમકી
નર્મદાના સાગબારામાં જંગલ જમીન વિવાદ વકર્યો, 2 જીએ ઉગ્ર આંદોલનની ચીમકી
જુનાગઢ ગિરનાર સીડી પર અચાનક રજીસ્ટ્રેશન બંધ થતાં તંત્ર સામે ઉઠ્યા સવાલ
જુનાગઢ ગિરનાર સીડી પર અચાનક રજીસ્ટ્રેશન બંધ થતાં તંત્ર સામે ઉઠ્યા સવાલ
475 કરોડના ગોલ્ડ સ્મગલિંગ નેટવર્કનો પર્દાફાશ: 11 ની ધરપકડ
475 કરોડના ગોલ્ડ સ્મગલિંગ નેટવર્કનો પર્દાફાશ: 11 ની ધરપકડ
વડોદરામાં ટીપી- 13માં અશાંતધારા કાયદો લાગુ કરવાની માગ બની પ્રબળ
વડોદરામાં ટીપી- 13માં અશાંતધારા કાયદો લાગુ કરવાની માગ બની પ્રબળ
રૂપિયાના જોરે ચૂંટણી બિનહરીફ થતી હોવાનો MLA પબુભા માણેકે કર્યો દાવો
રૂપિયાના જોરે ચૂંટણી બિનહરીફ થતી હોવાનો MLA પબુભા માણેકે કર્યો દાવો
g clip-path="url(#clip0_868_265)">