Trending Video : વિકેટકીપર અને ફીલ્ડર બન્યા શ્વાન Video સોશિયલ મીડિયા પર વાયરલ

સોશિયલ મીડિયા પર આમતો અનેક વીડિયો વાયરલ થતાં હોય છે પરંતુ કેટલાક વીડિયો એવા હોય છે. જે તમને વિચારવા માટે મજબુર કરી દે છે. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં શ્વાન ક્રિકેટની પીચ પર ફીલ્ડિંગ કરતા જોવા મળી રહ્યા છે.

Trending Video : વિકેટકીપર અને ફીલ્ડર બન્યા શ્વાન Video સોશિયલ મીડિયા પર વાયરલ
Image Credit source: AI
| Updated on: Aug 02, 2026 | 11:39 AM

ભારતમાં ક્રિકેટ માત્ર એક રમત નથી પરંતુ લોકોની ભાવના સાથે જોડાયેલ જુનુ છે. ગામ , શહેર હોય કે પછી ગલી મેદાન, તક મળતા જ બાળકો બોલ અને બેટથી રમવાનું શરુ કરી દે છે પરંતુ કેટલીક વખત એવું બને છે કે, આખી ટીમ હોતી નથી. ત્યારે કેટલાક બાળકો રમવાનું છોડી દે છે. તો કેટલાક બાળકો એવી રીત અપનાવે છે કે, જેને જોઈ લોકો હેરાન રહી જાય છે. હાલમાં સોશિયલ મીડિયા પર આવો જ એક દિલને ટચ થાય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં બાળકો પોતાના પાલતું કુતરાઓ સાથે ક્રિકેટ રમી રહ્યા છે.

વિકેટકીપિંગ અને ફીલ્ડિંગનું કામ

હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક શ્વાન વિકેટકીપર અને એક શ્વાન ફીલ્ડર બન્યો છે. ખુલ્લા મેદાનમાં 2-3 છોકરા ક્રિકેટ મેચ રમી રહ્યા છે. ત્યારે આ દરમિયાન મેદાનમાં 2 શ્વાન પણ જોવા મળી રહ્યા છે. જે વિકેટકીપિંગ અને ફીલ્ડિંગનું કામ કરી રહ્યા છે. જેવો બેટ્સમેન શોર્ટ મારે છે. તો શ્વાન બોલ લઈ બોલરને આપે છે.

 

 

એક પહાડી ગામનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ખેલાડીઓની અછતનો સામનો કરી રહેલા બાળકોએ તેમના પાલતુ જર્મન શેફર્ડ કૂતરાઓને ક્રિકેટ ટીમમાં ફિલ્ડર અને વિકેટકીપર તરીકે ઉભા રાખ્યા છે. વીડિયોમાં રસપ્રદ વાત એ છે કે, શ્વાન માત્ર મેદાનમાં ફરતા નથી પરંત રમતને સમજી રહ્યા છે. જેવા બેટ્સમેન શોર્ટ મારે છે. શ્વાન બોલને લેવા માટે મેદાનમાં જાય છે. બોલ પાછો પરત બાળકોને આપે છે.

આ વીડિયોએ લોકોના દિલ જીત્યા

આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લાખો લોકોએ તેને જોયો છે, અને કોમેન્ટ કરી રહ્યા છે. તેઓ બાળકો અને તેમના પાલતુ પ્રાણીઓની પ્રશંસા કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “આ ફક્ત પાલતુ પ્રાણીઓ નથી, તેઓ પરિવારના સભ્યો છે.” બીજાએ લખ્યું, “મેં ક્રિકેટ રમવાની આનાથી વધુ સુંદર રીત ક્યારેય જોઈ નથી.” બીજા યુઝરે કહ્યું, “દુનિયા શ્વાનની વફાદારી વિશે જાણે છે, પરંતુ તેમની બુદ્ધિ પણ અદ્ભુત છે. કેટલાકે મજાકમાં લખ્યું કે આ કૂતરાઓને હવે ક્રિકેટ ટીમમાં ફિલ્ડિંગ કોચ બનાવવા જોઈએ.

Trending Video : સાપે અરીસામાં જોયું પોતાનું મોઢું, પછી થઈ જોવા જેવી, જુઓ Video અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.